Next =>>
You Are On Question Answer Bank SET 0

1. નવ ભાગમાં વિસ્તરેલો ‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યો હતો?

Answer: મહારાજા ભગવતસિંહજી

2. આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી?

Answer: હસ્તમલકાચાર્ય

3. વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે?

Answer: અમદાવાદ

4. ૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું?

Answer: બૃહદ્ મુંબઇ રાજયનો

5. સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતાં ગુજરાતી સામયિકનું નામ લખો.

Answer: બુદ્ધિપ્રકાશ

6. કચ્છનું નાનું રણ કયા પ્રાણીનું અભયારણ્ય છે ?

Answer: ઘુડખર (જંગલી ગધેડાં)

7. મરકી ના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી કોણ હતા?

Answer: ત્રિભોવનદાસ ગજજર-સુરત

8. ‘રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે’ ગીતના રચયિતા કોણ છે ?

Answer: અવિનાશ વ્યાસ

9. ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણ કઇ ઉંમરના બાળકોને લાગૂ પડે છે?

Answer: ૬થી ૧૪ વર્ષ

10. ગુજરાતની ખારબેન્કને ફળદ્રુપ બનાવવા માટે કઇ યોજના વિચારાધીન છે ?

Answer: કલ્પસર

11. કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે?

Answer: આઠ

12. ઘેડ પંથક કયા જિલ્લામાં આવેલો છે ?

Answer: જુનાગઢ

13. કવિ નર્મદે સમાજસુધારણા માટે કયું અખબાર પ્રકાશિત કર્યું હતું ?

Answer: દાંડિયો

14. ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે?

Answer: અમૂલ

15. સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા?

Answer: હરિલાલ કણિયા

16. કવિ કાન્તનું મૂળ નામ શું હતું?

Answer: મણીશંકર રત્નજી ભટ્ટ

17. ગિરનારનો શિલાલેખ કઇ લિપિમાં કોતરાયેલો છે ?

Answer: બ્રાહ્મી

18. શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયાં આવેલું છે?

Answer: નારેશ્વર

19. ‘ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો.

Answer: બંસીલાલ વર્મા

20. તાના અને રીરી કયા ભકત કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે?

Answer: કવિ નરસિંહ મહેતા

21. ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો?

Answer: સામંત સિંહ

22. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ?

Answer: ગિરનાર

23. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ?

Answer: દ્રોપદી સ્વયંવર

24. નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે?

Answer: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને

25. લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી?

Answer: શ્યામજીકૃષ્ણ વર્મા

26. ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ?

Answer: ત્રીજા ભાગનો વિસ્તાર

27. સમગ્ર ગુજરાતમાં જોવા મળતી દેવચકલીને કચ્છ વિસ્તારમાં કયા નામથી ઓળખવામાં આવે છે?

Answer: કાળી બુચક

28. કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે?

Answer: મોતીડો

29. ‘તારી આંખનો અફીણી...’ ગીતના રચયિતા કોણ છે ?

Answer: વેણીભાઇ પુરોહિત

30. ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ?

Answer: ગ્રંથાલય ખાતું

31. લોકપ્રચલિત ઢાળોમાં ભજન અને ગીતોના ગાય-લોકકવિ કોણ છે?

Answer: દુલાભાયા કાગ

32. ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું?

Answer: જામનગર

33. ઇ.સ. ૧૮૪૪માં બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા?

Answer: ભોળાનાથ સારાભાઇ

34. હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે?

Answer: આશા પારેખ

35. ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ?

Answer: રાજકોટ

36. ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો?

Answer: ઝવેરચંદ મેઘાણી

37. ગુજરાતનો કયો પ્રદેશ સૌથી હરિયાળો છે ?

Answer: દક્ષિણ ગુજરાત

38. હેમચંદ્રાચાર્ય રચિત પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથનું નામ શું છે?

Answer: સિદ્ધહેમશબ્દાનુશાસન

39. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા?

Answer: મહાદેવભાઇ દેસાઇ

40. ગુજરાતનો એકમાત્ર હેરીટેજ રૂટ કયાંથી કયાં સુધી જાય છે ?

Answer: સાબરમતી આશ્રમથી દાંડી

41. વર્ષ ૨૦૦૫ માટે ગુજરાતના કયા ખેલાડીને ‘રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ’ એનાયત થયો હતો?

Answer: પંકજ અડવાણી

42. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?

Answer: રાજપીપળાના ડુંગરોની

43. ગુજરાતમાં સૌપ્રથમ વાર ‘વંદે માતરમ્’ ગીત કયારે ગવાયું?

Answer: ઈ. સ.૧૯૦૬

44. લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર કોણે શરૂ કર્યું હતું?

Answer: શ્યામજીકૃષ્ણ વર્મા

45. ખરાદીકામના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર સુવિખ્યાત છે ?

Answer: સંખેડા

46. ‘આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિ છે?

Answer: કવિ હસમુખ પાઠક

47. ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે ?

Answer: ખેડા

48. કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે?

Answer: શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ

49. ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી?

Answer: મહિપતરામ રૂપરામ
Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions