<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 1

51. ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી?

Answer: વલભીપુર

52. સ્વતંત્રતા બાદ કયા નેતાએ દેશી રાજયોના વિલીનીકરણ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી ?

Answer: સરદાર વલ્લભભાઈ પટેલ

53. ગુજરાતમાં સૌપ્રથમ કઇ યુનિવર્સિટી સ્થાપના થઇ હતી?

Answer: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

54. ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રીજ કેટલા વર્ષો જૂનો છે ?

Answer: ૧૫૦ વર્ષ

55. ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે?

Answer: ચંદ્રનો રક્ષક

56. સ્વતંત્ર ગુજરાતના ઉદઘાટક રવિશંકર મહારાજનું જીવનચરિત્ર કોણે લખ્યું છે?

Answer: બબલભાઇ મહેતા

57. ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે?

Answer: નીલ ગાય

58. ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે?

Answer: મીરાંબાઇ

59. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલકલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો?

Answer: ડૉ. વિક્રમ સારાભાઇ

60. કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે ગ્રામલક્ષી અને સર્વોદયલક્ષી કેળવણી માટે કઇ કઇ સંસ્થાઓ સ્થાપી?

Answer: ગ્રામદક્ષિણામૂર્તિ-આંબલા અને લોકભારતી-સણોસરા

61. કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ?

Answer: ફલોરસ્પાર

62. કયું જાણીતું તીર્થસ્થળ અગાઉ ધનકપુરી તરીકે ઓળખાતું હતું?

Answer: ડાકોર

63. વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?

Answer: ડાંગ

64. અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ?

Answer: મહાત્મા ગાંઘી

65. કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા?

Answer: ઝાલોરનો રાજદરબાર

66. ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ?

Answer: ચામુંડા માતા

67. ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજય કયું?

Answer: ગુજરાત

68. ગુજરાત રાજયનાં સૌ પ્રથમ રાજયપાલ (૧૯૬૦માં) કોણ હતા?

Answer: મહેંદી નવાઝ જંગ

69. ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે?

Answer: વલસાડ

70. ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતી લોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ ‘ભવ’ પરથી ઉતરી આવ્યું છે?

Answer: ભવાઇ

71. ગુજરાતમાં ફલેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે ?

Answer: કચ્છનું મોટું રણ

72. ગુજરાતનાં એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે?

Answer: બનાસ ડેરી

73. અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો?

Answer: દેસાઈની પોળ

74. સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું?

Answer: કાદંબરી

75. ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું?

Answer: વસ્તુપાલ-તેજપાલ

76. ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ?

Answer: સુરત

77. નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે ?

Answer: જામનગર

78. ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે ?

Answer: કવિ દલપતરામ

79. ગુજરાતના કયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા છે?

Answer: નલિયા

80. ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ (જૂનાગઢ)ની સ્થાપના કઇ સાલમાં કરાઇ હતી?

Answer: ઇ.સ. ૧૮૬૩

81. ગુજરાતની અધિકતમ બારમાસી નદીઓ કયા પંથકમાંથી વહે છે ?

Answer: દક્ષિણ ગુજરાત

82. ‘ન્યાય જોવા હોય તો મલાવ તળાવ જુઓ’ આ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે?

Answer: ધોળકા

83. ગુજરાતી કવિ બાપુસાહેબ ગાયકવાડ મૂળ કયાંનાં વતની હતા ?

Answer: વડોદરા

84. અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ?

Answer: બેડમિન્ટન

85. ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી?

Answer: ગુજરાત વર્નાકયુલર સોસાયટી

86. જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઇ નદીમાં જોવા મળે છે?

Answer: નર્મદા

87. કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ?

Answer: હાજીપીરનો મેળો

88. ‘તારે માથે નગારા વાગે મોતના રે’ - પદના રચયિતા કોણ છે ?

Answer: દેવાનંદ સ્વામી

89. બર્બરકજિષ્ણુ અને અવંતીનાથ જેવા બિરુદો કયા પ્રસિદ્ધ રાજવીએ મેળવ્યા હતા?

Answer: સિદ્ધરાજ જયસિંહ

90. કઇ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરીટેજનો દરજજો આપ્યો છે?

Answer: યુનેસ્કો

91. ઈડરના રાજા રણમલ્લનાં જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે ?

Answer: રણમલ્લ છંદ

92. ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે?

Answer: રાજકોટ

93. ગુજરાતના કયા વિસ્તારમાં યુવકો દ્વારા યુવતીઓને પાનનું બીડું ખવડાવવાની ‘પાનવાડી’ નામની પરંપરા છે?

Answer: છોટા ઉદેપુર

94. ગુજરાતી ગઝલના ગાલીબ તરીકે કોણ જાણીતા છે?

Answer: મરીઝ

95. ઝવેરાતના ઉત્પાદન અને નિકાસક્ષેત્રે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?

Answer: રાજકોટ

96. શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં કઇ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા?

Answer: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા

97. પવિત્ર નારાયણ સરોવર કયાં આવેલું છે?

Answer: કચ્છ

98. પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે?

Answer: ગોમતી તળાવ

99. કયા સંતે પોતાની આખી જદગી રકતપિત્તનાં દર્દીઓની સેવામાં વીતાવી?

Answer: સંત અમરદેવી દાસ

100. ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું?

Answer: ગોપનાથ
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions