<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 10

501. ભાવનગરમાં આવેલી ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ સંસ્થા’ વિશ્વમાં શેના માટે વિખ્યાત છે ?

Answer: દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા

502. કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા?

Answer: ૧૬મા સૈકા

503. ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ?

Answer: વલી ગુજરાતી

504. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો છોડ કોના હાથે રોપાયેલો છે ?

Answer: નરસિંહ મહેતા

505. મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ કયાં થયો હતો ?

Answer: બાવળા

506. નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરની પ્રસિદ્ધ કૃતિ ગીતાંજલીનો અનુવાદ કોણે કર્યો છે?

Answer: કવિ કાન્ત

507. સરદાર વલ્લભભાઇ પટેલના વતનનું નામ જણાવો.

Answer: કરમસદ

508. ગુજરાતના મધ્યકાલીન કવિ ભાલણનું સૌથી વિશેષ પ્રદાન કયા કાવ્ય સ્વરૂપમાં રહ્યું છે?

Answer: આખ્યાન

509. કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે?

Answer: ફલેમિંગો

510. ગુજરાત રાજયની સ્થાપના પછી કયું શહેર પાટનગર બન્યું?

Answer: અમદાવાદ

511. દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

Answer: જગત મંદિર અથવા ત્રિલોક મંદિર

512. ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે?

Answer: ૧૮૬ ચો. કિ.મી.

513. વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા?

Answer: સરદાર સિંહ રાણા

514. પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?

Answer: માનવીની ભવાઇ

515. સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ?

Answer: ત્રિજયાકાર

516. કચ્છના રણ વિસ્તારો કઇ ભૌગોલિક પ્રક્રિયાથી બન્યાં છે?

Answer: ખંડીય છાજલી ઊંચકાવાથી

517. ‘ઉદ્ધવગીતા’ અને ‘સતીગીતા’ કૃતિઓ કોની છે ?

Answer: મુકતાનંદ સ્વામી

518. ગુજરાતનાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે?

Answer: વિદ્યાગૌરી નીલકંઠ

519. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?

Answer: સુરખાબ નગર

520. સ્વામીનારાયણ સંપ્રદાયના ભકતોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી ‘શિક્ષાપત્રીની’ રચના કોણે કરી હતી ?

Answer: સહજાનંદ સ્વામી

521. ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો.

Answer: સુનિતા વિલિયમ્સ

522. ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે?

Answer: ચોરવાડ

523. ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો.

Answer: દિવ, દમણ, દાદરા અને નગર હવેલી

524. ગુજરાતનો કુલ ક્ષેત્રફળના હિસાબે વિસ્તાર કેટલો છે?

Answer: ૧,૯૬,૦૭૭ ચો.કિ.મી.

525. એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે?

Answer: ૧૨થી ૧૫ વર્ષ

526. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ?

Answer: ટંકારા (જિ. રાજકોટ)

527. નવા રચાયેલા નર્મદા જિલ્લાનું વડું મથક કયું છે ?

Answer: રાજપીપળા

528. કવિ રાજે મુસ્લિમ હોવા છતાં કોનો અનન્ય ભકત હતો ?

Answer: શ્રીકૃષ્ણ

529. ગુજરાતના કયા આદિ કવિની રચનાઓ કૃષ્ણભકિતના રંગે રંગાયેલી જોવા મળે છે ?

Answer: નરસિંહ મહેતા

530. ગુજરાતના કયા કવિને ‘આખ્યાન કવિ શિરોમણી’નું ઉપનામ મળ્યું?

Answer: મહાકવિ પ્રેમાનંદ

531. ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ?

Answer: કચ્છ

532. ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ?

Answer: આવાણિયા

533. સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા?

Answer: ગુરુ બ્રહ્માનંદ

534. ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે?

Answer: નૈઋત્યકોણીય

535. ગુજરાતી સાહિત્યમાં ‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે ?

Answer: કવિ દલપતરામ

536. કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે ?

Answer: કંડલા

537. ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો?

Answer: ગિરનાર

538. ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ?

Answer: નાઘેર

539. આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો?

Answer: ખેડા સત્યાગ્રહ

540. અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે?

Answer: જુમા મસ્જિદ

541. ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે?

Answer: રાવજી પટેલ

542. ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો.

Answer: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી

543. ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો.

Answer: આદિલ

544. આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી?

Answer: સ્વામી દયાનંદ સરસ્વતી

545. ગુજરાતમાં સૌપ્રથમ ટપાલસેવા કયાં અને કયારે શરૂ થઇ?

Answer: અમદાવાદ - ઇ.સ. ૧૮૩૮

546. કન્યાકેળવણીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કઇ યોજના કાર્યરત છે ?

Answer: વિદ્યાલક્ષ્મી બોન્ડ

547. શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે?

Answer: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

548. ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે?

Answer: મોરબાજ

549. નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવે છે ?

Answer: રા’ માંડલિક

550. ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?

Answer: મીઠા
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions