<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 11

551. ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે ?

Answer: ઝોંક

552. ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે?

Answer: ગરબા

553. ગુજરાતના કયા મંદિરમાં દાન-ધર્માદો સ્વીકારાતો નથી?

Answer: વીરપુરનું જલારામ મંદિર

554. ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ?

Answer: ગોરખનાથ-ગિરનાર

555. ગુજરાતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ શેના ઉત્પાદન માટે વિશ્વસ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે?

Answer: ડેનિમના ઉત્પાદન માટે

556. વિખ્યાત જેસલ-તોરલની સમાધિ કચ્છ જિલ્લામાં કયાં છે ?

Answer: અંજાર

557. ‘ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે?

Answer: જગદીશ જોશી

558. સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા?

Answer: ડૉ.કે.કે. શાહ

559. સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદની માસિક પત્રિકાનું નામ શું છે ?

Answer: સામ્મનસ્યમ્

560. ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે?

Answer: સલીમઅલી

561. સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે?

Answer: હુડારાસ

562. ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?

Answer: ઉકાઇ

563. ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી?

Answer: શંકરસિંહ વાઘેલા

564. ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે?

Answer: નૌલખા મહેલ

565. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે ?

Answer: કચ્છ

566. ‘જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ - જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે?

Answer: બોટાદકર

567. મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવ્યું હતું ?

Answer: રાજા ભીમદેવ પહેલો

568. આઝાદ હિંદ ફોજના બચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા?

Answer: સર ભુલાભાઇ દેસાઇ

569. ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું?

Answer: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

570. ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે?

Answer: ઉધના

571. પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે ?

Answer: કનૈયાલાલ મુનશી

572. આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ?

Answer: ડાંગ

573. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ?

Answer: ઇ.સ.૧૯૯૭

574. પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતાં?

Answer: નાનાભાઈ હરિદાસ

575. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કયું સામાયિક શરૂ કર્યું હતું?

Answer: ઈન્ડિયન ઓપિનિયન

576. ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા?

Answer: બાલાશંકર કંથારિયા

577. ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ?

Answer: જામનગર

578. ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાય છે?

Answer: અભેદ માર્ગનાં પ્રવાસી

579. ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે?

Answer: સુંદરમ્

580. શેકસપિયર રચિત હેમ્લેટનું પૃથ્વી છંદમાં ભાષાંતર કોણે કર્યું છે?

Answer: હંસા મહેતા

581. ‘સિંહાસન બત્રીસી’ કોની કૃતિ છે?

Answer: રમણલાલ સોની

582. એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ?

Answer: સુરત

583. ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલી લો કોલેજ સ્થાપનાર કોણ હતા?

Answer: સર લલ્લુભાઇ આશારામ શાહ

584. કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ?

Answer: મુંદ્રા

585. પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી?

Answer: ઠક્કરબાપા

586. ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે?

Answer: ૪૫થી ૭૦ ટન

587. ૧૮મી સદીમાં બંધાયેલા ગોંડલ સ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો.

Answer: નૌલખા પેલેસ

588. ગુજરાતમાં સૌથી મોટું માનસિક આરોગ્યકેન્દ્ર કયું છે ?

Answer: બી. એમ. ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ-અમદાવાદ

589. પૂજયશ્રી મોટાએ સાધકોને માટે શેની રચના કરી?

Answer: મૌન મંદિરની

590. સિદ્ધપુરનો રૂદ્રમાળ કોણે બંધાવ્યો હતો?

Answer: મૂળરાજ સોલંકી

591. ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે?

Answer: ૩૬૬૬ ફૂટ

592. ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા?

Answer: રમણલાલ નીલકંઠ

593. નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ?

Answer: વીરસિંહ

594. ગુજરાતના કુલ કેટલા કિ.મી. વિસ્તારમાં રણ પથરાયેલું છે?

Answer: ૨૭,૨૦૦ ચો. કિમી.

595. ‘સોરઠ તારાં વહેતાં પાણી’ ના રચયિતાનું નામ આપો.

Answer: ઝવેરચંદ મેઘાણી

596. ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી?

Answer: અમદાવાદ

597. ગુજરાતનું રાજયપ્રાણી કયું છે?

Answer: સિંહ

598. સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી ‘શિક્ષાપત્રીની’ રચના કોણે કરી હતી ?

Answer: સહજાનંદ સ્વામી

599. સૌરાષ્ટ્રનું લોકકથાસાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે?

Answer: ઝવેરચંદ મેઘાણી

600. સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે?

Answer: યુરોપ અને ઉત્તર એશિયાથી
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions