<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 12

601. ‘ગુણવંતી ગુજરાત’ અને ‘ભારતભૂમિનું જયગાન’ દેશપ્રેમનાં કાવ્યો કોણે લખ્યાં છે?

Answer: અરદેશર ખબરદાર

602. પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકાનું અન્ય નામ જણાવો.

Answer: બેટ શંખોદર

603. કંઠીનું મેદાન કયાં આવેલું છે ?

Answer: કચ્છ

604. જામનગર બાંધણી ઉપરાંત બીજા શાના માટે જાણીતું છે?

Answer: કાજળ (મેશ)

605. ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા કયાં આવેલી છે?

Answer: ગાંધીનગર

606. સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી?

Answer: ભોળાભાઇ ખોડીદાસ પટેલ

607. સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે?

Answer: ૧૯૭૨થી

608. ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ?

Answer: ખેડબ્રહ્મા

609. દલપતરામે છંદશાસ્ત્રમાં કયો ગ્રંથ રચ્યો છે?

Answer: દલપત પિંગળ

610. કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?

Answer: રવિશંકર રાવળ

611. ‘સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે?

Answer: હરીન્દ્ર દવે

612. તેજાબી પત્રકાર તરીકે કયા સાહિત્યકાર ઓળખાતા હતા?

Answer: ચન્દ્રકાન્ત બક્ષી

613. ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ?

Answer: શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ

614. કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી?

Answer: મેકલેન્ડ

615. નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ?

Answer: સાબરમતી નદી અને સરસ્વતી

616. ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કયા કાળમાં થયો?

Answer: મૌર્ય કાળ

617. મનુભાઈ પંચોળી ‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે ?

Answer: બંદીઘર

618. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?

Answer: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

619. ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે?

Answer: ફાધર વાલેસ

620. ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા?

Answer: જમનાલાલ બજાજ

621. નરસિંહને ‘pre-eminent place in the galaxy of Indian Poets’ - એવું કોણે કહ્યું છે ?

Answer: નરસિંહરાવ દીવેટિયા

622. ‘હરિનો માર્ગ છે શૂરાનો’ - પદરચના કોની છે?

Answer: કવિ પ્રીતમદાસ

623. સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ?

Answer: ગોફ ગુંથન

624. અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો.

Answer: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા

625. નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ?

Answer: કવિ કલાપી

626. કવિ ભીમ કોના શિષ્ય હતા ?

Answer: કવિ ભાલણ

627. નરસિંહરાવ દીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શું છે?

Answer: કુસુમમાળા

628. ગુજરાતમાં સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે?

Answer: કચ્છ મ્યુઝિયમ

629. ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે?

Answer: પાલિતાણા

630. વલ્લ્ભભાઇ પટેલને સરદારનું બિરૂદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું?

Answer: બારડોલી સત્યાગ્રહ

631. ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી વિકેટકીપરનું નામ જણાવો.

Answer: કિરણ મોરે

632. ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકિ રામાયણની સમીક્ષિત-પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વપ્રસિદ્ધ થઇ છે?

Answer: પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા

633. જામનગરનો અજાયબ કિલ્લો કોણે અને કયારે બાંધ્યો?

Answer: ઇ.સ. ૧૭૮૪ થી ૧૭૮૯ - દિવાન મેરામણ ખવાસ

634. વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે?

Answer: આજવા તળાવ

635. અખા ભગતના ગુરુનું નામ શું હતું?

Answer: બ્રહ્માનંદ

636. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા?

Answer: શ્રીમદ્ રાજચંદ્ર

637. ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો.

Answer: ગૂજરાત વિદ્યાપીઠ

638. આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ?

Answer: કાંતિ મડીયા

639. સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જયોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતાં?

Answer: ચારૂમતી યોદ્ધા

640. હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું વિચારપત્ર શરૂ કર્યું હતું ?

Answer: હરિજન બંધુ (ગુજરાતી)

641. ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે?

Answer: લક્ષ્મી

642. સિધ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ?

Answer: શ્રીસ્થલ

643. ગુજરાતના કયા જિલ્લામાં તાપી નદી ખંભાતના અખાતને મળે છે?

Answer: સુરત

644. કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે?

Answer: ઉત્તર ભાગમાંથી

645. ગુજરાતમાં કેટલી જાતિના પાલતું પ્રકારના સસ્તન પ્રાણીઓ નોંધાયા છે?

Answer: ૧૨ જાતિના

646. ‘જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ - ગઝલ કોણે લખી છે ?

Answer: કવિ કલાપી

647. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?

Answer: અમદાવાદ

648. નળસરોવર કયા જિલ્લામાં આવેલું છે ?

Answer: અમદાવાદ

649. મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય શું હતો?

Answer: માણભટ્ટ

650. પાશુપત ધર્મના સ્થાપકનું નામ જણાવો.

Answer: લકુલેશજી
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions