<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 14

701. વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બનાવ્યો હતો?

Answer: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

702. કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ?

Answer: કવિ દયારામ

703. ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે?

Answer: ઝોંક

704. ગુજરાતી ભાષાની પ્રથમ કરૂણપ્રશસ્તિ કોણે લખી? કોના માટે લખી?

Answer: કવિ દલપતરામે - મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ માટે

705. સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો ઝિંઝુવાડાનો કિલ્લો કયાં આવેલો છે?

Answer: સુરેન્દ્રનગર

706. અમદાવાદમાં આવેલી ‘અભયઘાટ’ સમાધિ કોની છે?

Answer: મોરારજી દેસાઈ

707. ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું ?

Answer: સયાજીરાવ ગાયકવાડ

708. ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે?

Answer: પ્રેમલક્ષણા ભકિત

709. ગુજરાત રાજયની સ્થાપના થયા પછી કઇ પાર્ટીએ સરકાર બનાવી?

Answer: કોંગ્રેસ

710. ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ?

Answer: કવિ પ્રીતમ

711. સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સ્વામીએ દરરોજ કાવ્ય રચવાનો નિયમ રાખ્યો હતો ?

Answer: બ્રહ્માનંદ સ્વામી

712. અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે?

Answer: સરસ્વતીચન્દ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી

713. રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે ?

Answer: આજી

714. ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ?

Answer: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ

715. ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય કયાં આવેલું છે?

Answer: વેળાવદર

716. કાનકડિયા પોતાના માળા શેના વડે બાંધે છે?

Answer: પોતાના થૂંક વડે

717. દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે?

Answer: ઓખા મંડળ

718. કચ્છી લોકકળાને સાચવતું મ્યુઝિયમ કયાં આવેલું છે?

Answer: અંજાર

719. ‘જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ?

Answer: અસાઈત ઠાકર

720. ગુજરાતમાં વેદમંદિરોના સ્થાપક કોણ હતા?

Answer: સ્વામી ગંગેશ્વરાનંદજી

721. મહીપતરામ નીલકંઠે કયું પ્રવાસ પુસ્તક રચ્યું હતું?

Answer: ઈંગ્લાન્ડની મુસાફરીનું વર્ણન

722. ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ?

Answer: જામનગર

723. અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ?

Answer: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ

724. કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ?

Answer: પંચમહાલ, ખેડા, આણંદ

725. પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે?

Answer: માધવપુર

726. ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે?

Answer: રણજિતરામ સુવર્ણચંદ્રક

727. આર્યસમાજની સ્થાપના કરનાર ગુજરાતી સમાજસુધારક સંત કોણ હતા?

Answer: સ્વામી દયાનંદ સરસ્વતી

728. ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું?

Answer: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

729. અમદાવાદમાં વિદેશી કાપડ તથા શરાબની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું?

Answer: મૃદુલા સારાભાઇ

730. જુનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે ?

Answer: ઉપરકોટનો કિલ્લો

731. દિપડા જેવી દેખાતી ચકતાવાળી બિલાડી ગુજરાતના કયા વનવિસ્તારમાં જોવા મળે છે?

Answer: નર્મદા જિલ્લાના શૂરપાણેશ્વરના જંગલો

732. સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજેય લોકપ્રિય છે?

Answer: જનકલ્યાણ

733. વાંકાનેરમાં કયો રાજવી મહેલ આવેલો છે?

Answer: રણજિતવિલા

734. અંજાર ગામમાં કોની સમાધિ આવેલી છે ?

Answer: જેસલ - તોરલ

735. ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે ?

Answer: ભાદર

736. સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે?

Answer: શ્રાવણી પૂનમ

737. ‘જળ કમળ છાંડી જાને બાળ, સ્વામી અમારો જાગશે...’ - આ કયા કવિની રચના છે?

Answer: ભકત કવિ નરસિંહ મહેતા

738. પૌરાણિક માન્યતા મુજબ દેવચકલીને કેવી ગણવામાં આવી છે?

Answer: શુકનવંતી

739. સફેદ ગાલવાળું બૂલબૂલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખાય છે?

Answer: કચ્છમાં જોગીડો અને સૌરાષ્ટ્રમાં કનરા બૂલબૂલ

740. ‘જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે?

Answer: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ

741. કવિ કલાપીએ પ્રવાસનું કયું નોંધપાત્ર પુસ્તક લખ્યું છે?

Answer: કાશ્મીરનો પ્રવાસ

742. મોરારજી દેસાઇને ભારત અને પાકિસ્તાન બંને દેશો તરફથી કયા એવોર્ડ મળેલ છે?

Answer: ભારત રત્ન અને નિશાન-એ-પાકિસ્તાન

743. ગુજરાતની અંતઃસ્થ નદીઓના નામ જણાવો.

Answer: બનાસ, સરસ્વતી અને રૂપેણ

744. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયુ અને કયાં આવેલું છે ?

Answer: સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા

745. ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યુ હતું?

Answer: સુદર્શન તળાવ

746. તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો.

Answer: કવિ ધીરો

747. કચ્છના અખાતનો કયો ટાપુ પરવાળાનો બનેલો છે ?

Answer: પીરોટન

748. વડોદરામાં આવેલા કિર્તીમંદિરનું નિર્માણ કઇ સાલમાં થયું હતું?

Answer: વર્ષ ૧૯૩૩

749. કયો ગ્રીક નાવિક ઘણા વર્ષો સુધી ભરૂચમાં રહ્યો હતો?

Answer: પેરીપ્લસ

750. ‘ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે?

Answer: ગુજરાત વિદ્યાસભા
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions