<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 15

751. મધ્યકાલીન કવિ નાકર કયાંનો વતની હતો ?

Answer: વડોદરા

752. પ્રથમ ગુજરાતી મુદ્રક કોણ હતાં ?

Answer: ભીમજી પારેખ

753. ITCTIનું પુરૂ નામ જણાવો.

Answer: ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ

754. કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ?

Answer: પ્રાંતિજ અને હિંમતનગર

755. ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ?

Answer: કચ્છના દરિયાકિનારે

756. ગીરાધોધ કઈ નદી પર આવેલો છે ?

Answer: અંબિકા

757. ગુજરાતમાં કયા ધાન્ય પાકનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે?

Answer: બાજરી

758. ગુજરાતનું સૌપ્રથમ જિમનેશ્યિમ કયા શહેરમાં સ્થપાયું હતું?

Answer: વડોદરા

759. ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે?

Answer: બળવંતરાય ક. ઠાકોર

760. સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?

Answer: નમન પારેખ

761. ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં?

Answer: વિનોદીની નીલકંઠ

762. શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું?

Answer: સ્વામી દયાનંદ સરસ્વતી

763. ગુજરાત કલાસંઘના સ્થાપક કોણ હતાં ?

Answer: રવિશંકર રાવળ

764. અમદાવાદના પ્રથમ મેયર બનનાર વ્યકિત કોણ હતા?

Answer: ચીનુભાઇ બેરોનેટ

765. પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે ?

Answer: રતનમહાલ

766. મોહેં-જો-દડો અને હડપ્પા બાદ ગુજરાતમાં કઇ હડપ્પીય સાઇટ સૌથી વધુ સંખ્યામાં હડપ્પા સભ્યતાની ઓળખ સમાન મુદ્રાઓ ધરાવે છે?

Answer: લોથલ

767. ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે?

Answer: ૨૧ અભિયારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો

768. ગાંધીજી યુવા કાળે દક્ષિણ આફ્રિકામાં કઇ કંપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા?

Answer: દાદા અબદુલ્લા એન્ડ કંપની

769. ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે?

Answer: કાંકરેજી

770. પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ?

Answer: સુરત - ઈ.સ. ૧૮૩૬

771. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો.

Answer: વાસૂકી

772. નવા વિધાનસભા બિલ્ડગનું નામ કોના નામ ઊપર રાખવામાં આવ્યું છે ?

Answer: વિઠ્ઠલભાઇ પટેલ

773. રામદેવપીરનું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ?

Answer: રણુજા

774. નળ સરોવર પક્ષી અભ્યારણ તરીકે કયા વર્ષમાં જાહેર થયું ?

Answer: ઇ.સ. ૧૯૬૯

775. ભકત કવયિત્રી મીરાંબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો ?

Answer: દ્વારિકા

776. ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ?

Answer: જેસોર

777. ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે?

Answer: કાનકડિયા

778. ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે?

Answer: ‘૧૦૮’

779. ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે?

Answer: કવિ કાન્ત

780. આજનું કાંકરિયા પહેલાં કયાં નામે ઓળખાતું હતું?

Answer: હૌજે કુતુબ

781. અટિરાનું આખું નામ શું છે ?

Answer: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન

782. ‘દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું છે?

Answer: મનુભાઇ રાજારામ પંચોળી

783. જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ?

Answer: માંડલી

784. ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઊપયોગ કયા સુલતાને કર્યો હતો?

Answer: અહમદશાહ

785. સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યુ હતું ?

Answer: પંડિત જવાહરલાલ નહેરુ

786. ‘ગાંધીયુગનાં સાહિત્યગુરુ’ તરીકે કોણ ઓળખાય છે ?

Answer: રામનારાયણ વિ. પાઠક

787. વડોદરા રાજયમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું?

Answer: ગાયકવાડ

788. દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે?

Answer: ત્રણ

789. નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું?

Answer: કુંવરબાઇ

790. ‘દુલીપ ટ્રોફી’ કઇ રમતમાં વિજેતા બનવા બદલ એનાયત કરવામાં આવે છે?

Answer: ક્રિકેટ

791. કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ના ગુજરાતી અનુવાદક કોણ છે?

Answer: ઉમાશંકર જોશી

792. મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે?

Answer: વાવ

793. દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે?

Answer: આસો માસ

794. અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી?

Answer: રણછોડલાલ છોટાલાલ

795. ‘ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે?

Answer: ગૌરીશંકર ત્રિપાઠી

796. ડાંગરની ફુસકીમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ કયાં સ્થપાયો છે ?

Answer: બારેજડી

797. વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એેવૉર્ડથી નવાજવામાં આવે છે?

Answer: ડૉ. વિક્રમ સારાભાઇ એેવૉર્ડ

798. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.

Answer: વલભી વિદ્યાપીઠ

799. સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી?

Answer: ગુજરાત સભા

800. ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ?

Answer: નાનાભાઇ ભટ્ટ
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions