<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 16

801. ટેલિ કોમ્યુનિકેશન ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ લાવનાર ગુજરાતી કોણ છે?

Answer: સામ પિત્રોડા

802. શિક્ષણ ક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહેલી સરદાર પટેલ યુનિવર્સિટી કયાં આવેલી છે?

Answer: વલ્લભ વિદ્યાનગર

803. ડાંગ જિલ્લામાં આવેલું વિહારધામ કયું છે ?

Answer: સાપુતારા

804. સિદ્ધપુર કઈ નદી પર વસેલું છે ?

Answer: સરસ્વતી

805. કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે?

Answer: ગરબી

806. ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ - એ ઉદગાર કયા ભકત કવિના છે ?

Answer: નરસિંહ મહેતા

807. પુરુષોત્તમ એ કયા પ્રખ્યાત ગુજરાતી કવિનું મૂળ નામ છે ?

Answer: કવિ ભાલણ

808. વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે?

Answer: ૨.૪૧ ચો કિ.મી.

809. ઉત્તર ગુજરાતના કોળીઓમાં જાણીતું નૃત્ય છે ?

Answer: અશ્વ નૃત્ય

810. ગુજરાતના રાજય પ્રાણીનું નામ જણાવો.

Answer: સિંહ

811. ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે ?

Answer: સરસ્વતી

812. ‘જનનીની જોડ સખી નહી જડે રે લોલ’ - ગીતરચના કોની છે?

Answer: કવિ બોટાદકર

813. દાસી જીવણ કોનો અવતાર ગણાય છે?

Answer: રાધા

814. ‘જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ’ - આ પદના રચનાકાર કોણ છે ?

Answer: કવિ ભોજા ભગત

815. ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા?

Answer: ધૂમકેતુ

816. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું?

Answer: હિંદ સ્વરાજ

817. બર્લિનમાં યોજાયેલ વિશ્વચેમ્પિયનશીપમાં ૨૦ કી.મી. વોક માટે કવોલિફાય કરનાર પ્રથમ ભારતીય રમતવીર કોણ છે ?

Answer: બાબુભાઇ પનોચા

818. ભારતમાં ડોલોમાઈટ ખનીજનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે?

Answer: છોટા ઉદેપુર

819. સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા?

Answer: ભિક્ષુ અખંડાનંદ

820. ગુજરાતમાં સૌથી પહેલાં કન્યાશાળા કયા અને કયારે શરૂ થઇ હતી?

Answer: ઇ.સ.૧૮૪૯ (અમદાવાદ)

821. કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ?

Answer: મુંદ્રા

822. ગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપા તરીકે કોણ ઓળખાતા?

Answer: અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર (ઠક્કરબાપા)

823. ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો.

Answer: ભાવના પરીખ

824. સિક્કા થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ?

Answer: જામનગર

825. લૉકગેટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર કયું છે ?

Answer: ભાવનગર

826. કવિ દયારામનું બાળપણનું નામ શું હતું ?

Answer: દયાશંકર

827. ૧૯૦૭માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે?

Answer: રણજિત વિલાસ પેલેસ

828. ‘આનંદ મંગળ કરું આરતી’ - નામી આરતી લખનાર કોણ છે ?

Answer: કવિ પ્રીતમ

829. સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઇ છે?

Answer: ઈન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ-આણંદ (IRMA)

830. ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી કયાં આવેલું છે?

Answer: અમદાવાદ

831. ગુજરાતી સાહિત્યમાં પ્રથમવાર સ્વતંત્ર પિંગળની રચના કોણે કરી છે?

Answer: કવિ દલપતરામ

832. અમદાવાદમાં આવેલી અને સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો એવી જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી?

Answer: અહમદશાહ બાદશાહ

833. ‘ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે?

Answer: ગૌરીશંકર જોષી

834. અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી?

Answer: ૧૮૬૦ - ૬૪

835. ‘ભારેલો અગ્નિ’ અને ‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે ?

Answer: રમણલાલ વ. દેસાઈ

836. રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું?

Answer: ઘસીને ઘસીને ઊજળા થઇએ

837. ભારતની બંધારણીયસભામાં મુસદ્દા સમિતિમાં કઇ ગુજરાતી વ્યકિતએ મહત્વનું યોગદાન આપ્યું છે?

Answer: કનૈયાલાલ મુન્શી

838. બાપા સીતારામ આશ્રમ કયાં આવેલો છે ?

Answer: બગદાણા

839. ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે?

Answer: ચરોતર

840. મત્સ્ય ઉદ્યોગની તાલીમશાળા કયાં આવેલી છે ?

Answer: વેરાવળ

841. ‘જળ કમળ છાંડી જાને બાળ, સ્વામી અમારો જાગશે...’ - આ કયા કવિની રચના છે?

Answer: ભકત કવિ નરસિંહ મહેતા

842. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયાં પડે છે ?

Answer: ડાંગ

843. ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો?

Answer: શામળદાસ કોલેજ

844. પ્રસિદ્ધ તીર્થ ઊંટડિયા મહાદેવ કઇ નદીના કિનારે આવેલું છે?

Answer: વાત્રક

845. નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે ?

Answer: ભકિતયુગ

846. શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું?

Answer: ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ

847. ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે?

Answer: આદિલ મન્સુરી

848. કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ - એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે?

Answer: ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર

849. સુરત જિલ્લાની કઇ નદી પર હાઈડ્રોઈલેકટ્રીસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે?

Answer: તાપી

850. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ?

Answer: ઇ.સ. ૧૯૪૯
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions