<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 17

851. ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ?

Answer: ગાંધીનગર

852. અકબરે ગુજરાતમાંથી કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા?

Answer: આચાર્ચ હીરવિજયસુરી

853. ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?

Answer: ગાંધીનગર

854. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે ?

Answer: ડાંગ

855. નરસિંહે પોતાનાં પદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજયો છે ?

Answer: ઝૂલણાં

856. ‘મેરૂ તો ડગે પણ જેના મનનાં ડગે...’ - પદ કોણે રચ્યું છે ?

Answer: ગંગાસતી

857. લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં?

Answer: લતા પટેલ

858. ઐતિહાસીક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ ‘પ્રાગમહેલ’ અને ‘આયના મહેલ’ કચ્છના કયા શહેરમાં આવેલા છે?

Answer: ભૂજ

859. લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ?

Answer: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું

860. કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ?

Answer: ગોકુલગ્રામ યોજના

861. અખાએ ગીતા પર આધારિત કઈ નોંધપાત્ર કૃતિ રચી છે?

Answer: અખેગીતા

862. શાળાએ જતા બાળકોને વિમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો.

Answer: વિદ્યાદીપ યોજના

863. ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા?

Answer: મહિપતરામ રૂપરામ

864. ગુજરાત રાજયની મુખ્ય ભાષા કઇ છે?

Answer: ગુજરાતી

865. રીંછ માટે ગુજરાતમાં કયા સ્થળે અભયારણ્ય બનાવવામાં આવ્યું છે ?

Answer: રતનમહાલ

866. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે?

Answer: શબ્દ સૃષ્ટિ

867. હડપ્પીય સભ્યતાની સાઈટ ધોળાવીરા કઇ સાલમાં શોધાઇ હતી?

Answer: ઇ.સ. ૧૯૬૭

868. ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર કયાં આવેલું છે ?

Answer: ખેડબ્રહ્મા

869. અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ?

Answer: ઇ.સ.૧૪૧૧

870. ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ?

Answer: કચ્છ

871. ભવાઇના પ્રણેતાનું નામ જણાવો ?

Answer: અસાઇત ઠાકર

872. કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.

Answer: કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

873. ડાહ્યાભાઇ ધોળશાજીનું કીર્તિદા નાટક કયું છે?

Answer: વીણાવેલી

874. ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે ?

Answer: નડિયાદ

875. ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે?

Answer: કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)

876. કાનકડિયા પક્ષી એક કલાકમાં કેટલા માઇલનું અંતર કાપી શકવાની ક્ષમતા ધરાવે છે?

Answer: ૧૦૦ માઈલ

877. ભારતીય વામનકાય છછૂંદર ગુજરાતના કયા વિસ્તારમાં વસે છે?

Answer: કચ્છનો રણ વિસ્તાર

878. પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ‘શ્રી મુંમબઇના સમાચાર’ કોણે પ્રકાશિત કર્યુ?

Answer: ફર્દુનજી મર્ઝબાન

879. ‘નેમિનાથ ફાગુ’ની રચના કોણે કરી છે?

Answer: કવિ રાજશેખર

880. ‘ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો.

Answer: ભદ્રંભદ્ર

881. ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ?

Answer: સાબરમતી

882. ‘હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે?

Answer: અસાઈત ઠાકર

883. ઠાગા નૃત્ય કોનું છે?

Answer: ઉત્તર ગુજરાતના ઠાકોરો

884. કનૈયાલાલ મુનશી રચિત કાક અને મંજરી પાત્રો કઇ કૃતિમાં આવે છે?

Answer: ગુજરાતનો નાથ

885. રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે?

Answer: જૂનાગઢ

886. દુર્લભ સિક્કાઓ, ફોટોફ્રેમ્સ, હથિયારો, કાઠિયાવાડી હાથ બનાવટની ચીજો, પુરાતત્ત્વીય અને ભૂસ્તરીય શોધોના નમૂનાઓ જેવી ચીજોનો સંગ્રહ ધરાવતું બેરટોન મ્યુઝિયમ કયાં આવેલું છે?

Answer: ભાવનગર

887. ‘સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો.

Answer: કવિ અબ્દુર રહેમાન

888. શ્રી અરવિંદ યુવાકાળમાં ગુજરાતનાં કયા શહેરમાં રહ્યા હતાં?

Answer: વડોદરા

889. કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો?

Answer: સુરત-૧૮૩૩

890. ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ?

Answer: ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)

891. ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી?

Answer: કવિ દલપતરામ

892. ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળના કેન્દ્ર તરીકે ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની શરૂઆત કરી?

Answer: કોચરબ આશ્રમ

893. ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર કયાં આવેલું છે ?

Answer: લુણેજ

894. આદિ શંકરાચાર્યએ ભારતમાં પશ્ચિમ દિશામાં કયાં મઠ સ્થાપ્યો હતો?

Answer: દ્વારકા

895. હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ?

Answer: ભાવનગર

896. હાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો?

Answer: સુરાષ્ટ્ર

897. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કયા શહેરમાં છે ?

Answer: અંકલેશ્વર

898. ગાંધીજીના જન્મદિવસને કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવામાં આવે છે?

Answer: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

899. પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે?

Answer: ખાડિયા

900. ગુજરાતી સાહિત્યનાં કયા મહાન સર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા?

Answer: કનૈયાલાલ મુનશી
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions