<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 18

901. ગુજરાતી ભાષામાં આશરે કેટલા શબ્દો છે ?

Answer: આશરે પોણા ત્રણ લાખ

902. ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે?

Answer: દુહા

903. ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ?

Answer: સરદાર સરોવર ડેમ

904. ગુજરાતમાં સૌપ્રથમ સુતરઉ કાપડની મીલની સ્થાપના કોણે કરી?

Answer: રણછોડલાલ છોટાલાલ

905. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?

Answer: શ્રી મગનભાઇ દેસાઇ પુરસ્કાર

906. કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર કોણે સંગીત આપ્યું હતું?

Answer: ક્ષેમુભાઇ દિવેટીયા

907. હિમાલય સાઇકલ યાત્રામાં સૌપ્રથમ વખત વિજેતા બનનાર ગુજરાતી કોણ છે?

Answer: હાર્દિક રાવ

908. ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે?

Answer: ગરબા

909. દેના બેંકની સ્થાપના કોણે કરી હતી?

Answer: દેવકરણ નાનજી

910. વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં કયાં આવેલી છે?

Answer: શામળાજી

911. ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે?

Answer: કમલેશ નાણાવટી

912. હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં કયારે થયો હતો?

Answer: ઇ.સ. પૂર્વે ૨૪૦૦

913. નર્મદા નદીનું બીજું નામ શું છે ?

Answer: રેવા

914. મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે ?

Answer: પાલિતાણા

915. ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો.

Answer: જાદી રાણા

916. ‘સુન્દરમ્’નું મૂળ નામ જણાવો.

Answer: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર

917. પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા?

Answer: કવિ ભાલણ

918. સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે?

Answer: સ્કાય લાર્ક

919. સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો.

Answer: ૧૯૫૬ થી ૧૯૬૦

920. કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે ?

Answer: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૧૫

921. મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ?

Answer: શેત્રુંજી

922. અનુસુચિત જનજાતિના યુવાનોમાં તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઇ છે ?

Answer: એકલવ્ય આર્ચરી એકેડેમી

923. ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ?

Answer: જામનગર

924. ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું ?

Answer: અમદાવાદ

925. રમણલાલ નીલકંઠનાં પિતાજીનું નામ શું હતું ?

Answer: મહીપતરામ નીલકંઠ

926. છેક ઇ.સ. ૧૮૮૯માં ‘પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા ઉપાય યોજવા’ એ વિષય પર ઈનામ વિજેતા નિંબધ કોણે લખ્યો હતો?

Answer: ભવાનીશંકર જોશી

927. પૂજય શ્રી મોટાનું મૂળ નામ શું હતું?

Answer: ચુનીલાલ આશારામ ભાવસાર

928. ભાવનગરની સ્થાપના કોણે કરી હતી?

Answer: મહારાજા ભાવસિંહજી ગોહિલ

929. મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ?

Answer: ગોમતીપુર

930. કવિ રાજેન્દ્ર શાહને રાષ્ટ્રીય કક્ષાએ કયો પુરસ્કાર મળ્યો છે?

Answer: જ્ઞાનપીઠ એવોર્ડ

931. કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી?

Answer: ડાંડિયો

932. ગુજરાતનું પાટનગર કયું છે?

Answer: ગાંધીનગર

933. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે?

Answer: વૈદ્ય મેટ્રીક્સ

934. છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશિત વિશ્વભરની રમતો સમાવતા ગ્રંથનું નામ જણાવો.

Answer: મેદાની રમતો

935. અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ?

Answer: કાપડ સંશોધન-અમદાવાદ

936. સોનિક મુલતાની કઇ રમત જાણીતો ખેલાડી છે?

Answer: સ્નુકર

937. હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી?

Answer: રમણભાઇ નીલકંઠ

938. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે?

Answer: મહાદેવભાઇ દેસાઇ

939. કવિ કાન્તનું મૂળ નામ શું છે ?

Answer: મણિશંકર રત્નજી ભટ્ટ

940. વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે?

Answer: ખત્રિયાણી

941. કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં?

Answer: જીતેન્દ્ર જટાશંકર રાવલ

942. ગુજરાતમાં પ્રથમ ટેક્ષટાઈલ મીલના સ્થાપક કોણ હતા?

Answer: રણછોડલાલ છોટાલાલ

943. ‘ધોબીનો કૂતરો, નહીં ઘરનો કે નહીં ઘાટનો’ કહેવતના રચયિતા કોણ છે?

Answer: શામળ ભટ્ટ

944. ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ?

Answer: ૧૯૨૩-સુરત

945. ‘મેરે તો ગિરધર ગોપાલ’ પદ કોણે લખ્યું છે ?

Answer: મીરાંબાઈ

946. સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિયુકત કરાયેલા સેનાપતિ સાજને ઇ.સ. ૧૧૧૩માં કોને હરાવીને સોરઠ પર પાટણનું આધિપત્ય સ્થાપ્યું?

Answer: રા’ ખેંગાર બીજો

947. ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦) કયા જાણીતા કવિએ ‘ગુજરાત સ્તવનો’ નામની કાવ્યરચના ગુજરાતને સર્મિપત કરી હતી?

Answer: ઉમાશંકર જોશી

948. સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે?

Answer: સાપોનું નિવાસસ્થાન

949. અલ્લાહબંધની રચના કયારે થઈ ?

Answer: ૧૮૧૯ના ભૂકંપ પછી

950. મુઘલે આઝમ ફિલ્મના ‘મોહે પનઘટ પે નંદલાલ...’ ગીતના રચયિતા કોણ હતા?

Answer: રઘુનાથ બ્રહ્મભટ્ટ
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions