<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 19

951. હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી?

Answer: વિનોદ કિનારીવાલા

952. ગુજરાતમાં કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી ?

Answer: સયાજીરાવ ગાયકવાડ

953. ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘મહાકવિ’ કે ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ?

Answer: કવિ ન્હાનાલાલ

954. મણિલાલ દ્વિવેદીએ લોર્ડ લીટનની કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ કર્યો છે ?

Answer: ઝેનોની

955. કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી ?

Answer: કવિ ધીરો

956. હમિરસર તળાવ કચ્છ જિલ્લાના કયા શહેરમાં આવેલું છે?

Answer: ભુજ

957. ગુણવંતરાય આચાર્યની દરિયાઇ સાહસની કઇ પ્રસિદ્ધ નવલકથા છે?

Answer: દરિયાલાલ

958. જેના કિનારે ૧૦૦૮ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તેવા અતિપ્રાચીન સહસ્ત્રલિંગ સરોવરના અવશેષો ગુજરાતના કયા શહેરમાં જોવા મળે છે?

Answer: પાટણ

959. ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્યસંગ્રહ કયું છે?

Answer: યુગવંદના

960. ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે?

Answer: ગોરખનાથનું શિખર-ગિરનાર

961. કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે?

Answer: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ

962. ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ?

Answer: જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે

963. ‘દાંડીકૂચ’ કયા સત્યાગ્રહનો ભાગ હતો?

Answer: ધરાસણા સત્યાગ્રહ

964. કયો રોજો ગુજરાતમાં સૌથી વિશાળ અને કલાત્મક રોજા તરીકેની ખ્યાતિ ધરાવે છે?

Answer: સરખેજનો રોજો

965. ઉત્કૃષ્ટ કાષ્ટકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલીની કયાં આવેલી છે?

Answer: વસો

966. ‘આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા?

Answer: ઈન્દુલાલ ગાંધી

967. ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબાભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે?

Answer: ગાંધીજી

968. દલપતરામના ‘વેનચરિત્ર’માં સ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે?

Answer: બાળવિધવાની સમસ્યા

969. ‘જમો થાળ જીવન જાઉં વારી...’ ભાવવાહી રચના કોણે કરી છે ?

Answer: ભૂમાનંદ સ્વામી

970. કઇ સાલમાં અંગ્રેજો દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ ૧૦ ગુજરાતી શાળાઓ સ્થાપવામાં આવી?

Answer: ઇ.સ. ૧૮૨૬

971. સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો.

Answer: ઈન્ડિયા હાઉસ

972. સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા?

Answer: કવિ બિલ્હણ

973. ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ?

Answer: ગુજરાત ખનીજ વિકાસ નિગમ

974. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂ કર્યું હતું ?

Answer: ઈન્ડિયન ઓપિનિયન

975. ગુજરાતનું કયું સ્થળ ‘અજરખ’ નામની બ્લોક પ્રિન્ટિગ ટેક્નિક માટે જાણીતું છે?

Answer: કચ્છ

976. કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે?

Answer: સિદ્ધરાજ જયસિંહ

977. કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં કયાં થાય છે ?

Answer: ચોરવાડ

978. ગુજરાતનું રાજયપક્ષી કયું છે?

Answer: સુરખાબ

979. ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન કયું હતું?

Answer: પીજ

980. નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ?

Answer: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)

981. ગાંધીજીને ‘બાપુ’નું બિરૂદ કયા સત્યાગ્રહમાં મળ્યું?

Answer: ચંપારણ સત્યાગ્રહ

982. કવિ ‘સુંદરમ્’નું મૂળ નામ શું છે ?

Answer: ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

983. ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે?

Answer: બી.આર.ટી.એસ

984. પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી કઈ ખનીજ મળે છે ?

Answer: મેંગેનિઝ

985. સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં?

Answer: કૃષ્ણ સુદામા- 1920

986. ગ્રેફાઈટના ઉત્પાદનમાં ગુજરાત રાજય ભારતમાં કયા ક્રમે છે ?

Answer: ત્રીજા

987. મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી રૂપાંતર કરનાર કયા ગુજરાતી હતા?

Answer: મહાદેવભાઇ દેસાઇ

988. એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે?

Answer: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ

989. હાલના ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ આનર્ત કોના પરથી પડ્યું હતું?

Answer: શર્યાતિનાં પુત્ર આનર્ત પરથી

990. અંજારની કઇ વસ્તુઓ ખૂબ વખણાય છે ?

Answer: સૂડી, કાતર અને ચપ્પા

991. ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો?

Answer: વિક્રમ સોલંકી

992. મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે?

Answer: જાન્યુઆરી

993. ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે?

Answer: ઉદવાડા

994. મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી?

Answer: પાવાગઢ અને ચાંપાનેર

995. ગુજરાતનું ‘લોકગેઈટ’ ધરાવતું એકમાત્ર બંદર કયું છે?

Answer: ભાવનગર

996. ગુજરાત રાજયનો કયો વિસ્તાર ગીચ જંગલો, વિવિધ જાતિના વન્યજીવો, આદિવાસી સંસ્કૃતિ તેમજ અદભૂત કુદરતી સાદર્યને કારણે અન્ય પ્રદેશો કરતાં અલગ તરી આવે છે?

Answer: ડાંગ

997. નાસિકની ગુફામાં વસિષ્ઠના પુત્ર પુલુમાવીના શિલાલેખમાં સુરટ્ટ નામ પરથી ગુજરાતના કયા પ્રદેશનો ઉલ્લેખ થયો હોવાનું ગણાય છે ?

Answer: સૌરાષ્ટ્ર

998. ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?

Answer: જૂનાગઢ

999. કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે?

Answer: સરદાર સરોવર નર્મદા યોજના

1000. પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઊતર્યા હતા?

Answer: સંજાણ
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions