<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 2

101. કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ?

Answer: કચ્છના રણમાં

102. બ્રિટીશકાળ દરમિયાન ગુજરાતે ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાનો અનુભવ સૌપ્રથમ કયારે કર્યો?

Answer: ઇ.સ. ૧૮૮૩

103. ‘કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું?

Answer: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ

104. ‘મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે’ - નામનો મહાકાળીમાનો ગરબો કોણે લખ્યો છે ?

Answer: કવિ શામળ

105. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

Answer: રણજિતરામ વાવાભાઇ

106. નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી?

Answer: જામ રાવલ

107. ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં?

Answer: ફૂલછાબ

108. ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી?

Answer: માર્કો પોલો

109. આર્ય સમાજની સ્થાપના કોણે કરી?

Answer: દયાનંદ સરસ્વતી

110. સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઇ પર આવેલી છે ?

Answer: ૧૦૦૦ મીટર

111. ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે?

Answer: ૨૭.૫૦ ડિગ્રી સે.

112. ‘જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે?

Answer: ઈશ્વર પેટલીકર

113. જી.આઇ.ઇ.ટી. નું પુરું નામ જણાવો.

Answer: ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી

114. ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યું છે?

Answer: નરસિંહ મહેતા

115. ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે ?

Answer: ભાદરવા

116. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે?

Answer: વડોદરા

117. વડોદરા શહેરમાંથી કઇ નદી વહે છે?

Answer: વિશ્વામિત્રી

118. ‘એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ - કાવ્યપંકિત કયા કવિની છે ?

Answer: જ્ઞાની કવિ અખો

119. ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?

Answer: સુધીર ભાસ્કર

120. વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે ?

Answer: મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ

121. ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ?

Answer: ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા

122. નરસિંહની રચનાઓ મુખ્યત્વે કેવા પ્રકારની છે ?

Answer: પદ

123. ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા?

Answer: મોહનદાસ કરમચંદ ગાંધી

124. અમદાવાદમાં આવેલી કઇ મસ્જિદ ઝૂલતા મિનારાની મસ્જિદ તરીકે પ્રસિદ્ધ છે ?

Answer: રાજપુરની મસ્જિદ

125. માત્ર ૧૭ વર્ષની વયે શીતળાના કારણે આંખો ગુમાવવા છતાં હિંદુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા ?

Answer: પંડિત સુખલાલજી

126. સુપ્રસિદ્ધ પુરાતત્ત્વશાસ્ત્રી ડૉ. હસમુખ સાંકળિયાએ કયા ગામના ટિંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગઐતિહાસીક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા?

Answer: લાંઘણજ

127. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે?

Answer: ભૂંગા

128. સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી?

Answer: જૈન ધર્મ

129. છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા?

Answer: દુર્ગારામ મહેતા

130. ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે?

Answer: અંકલેશ્વર

131. વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કયા સ્થાને આવે છે?

Answer: સાત

132. ગુજરાત વર્નાકયુલર સોસાયટી દ્વારા દોઢ સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો.

Answer: બુદ્ધિપ્રકાશ

133. સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો?

Answer: પંડિત જવાહરલાલ નહેરૂ

134. મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા?

Answer: ગાફિલ

135. ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોક બોલીમાં કયા નામે પ્રચલિત છે ?

Answer: કેસુડો

136. ‘નર્મદ - અર્વાચીનોમાં આદ્ય’ જીવનચરિત્રના લેખકનું નામ જણાવો.

Answer: કનૈયાલાલ મુનશી

137. વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં કયાં આવેલું છે ?

Answer: વેળાવદર

138. રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે?

Answer: કંડલા

139. ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું ?

Answer: લવકુશ પાને સીતાત્યાગ

140. ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે?

Answer: જયોતિન્દ્ર હ. દવે

141. નરસિંહ મહેતાનાં જીવન પર મીરાંબાઇ એ કઇ કવિતા લખી હતી?

Answer: નરસિંહ કા માહયરા

142. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ?

Answer: મહેસાણા

143. વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ?

Answer: અમદાવાદ

144. મા-બાપને ભૂલશો નહિ - ભજનની રચના કોણે કરી હતી?

Answer: સંત પુનિત મહારાજ

145. ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું ?

Answer: પીટર મારિત્ઝબર્ગ

146. જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી?

Answer: મૃદુલા સારાભાઈ

147. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ?

Answer: ઇ.સ. ૧૯૭૩

148. ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ?

Answer: પથિક મહેતા

149. દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ?

Answer: અમદાવાદ ઇ.સ.૧૯૬૩

150. ગુજરાતમાં રાજાલાલ પક્ષીની કેટલી જાત જોવા મળે છે?

Answer: ચાર
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions