<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 21

1051. ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજય કરે તે છે જણાવો.

Answer: ગુજરાત

1052. ગુજરાતમાં કયું સ્થળ ‘પારસીઓનું કાશી’ ગણાય છે ?

Answer: ઉદવાડા

1053. દક્ષિણ ગુજરાતનો કયો બીચ અન્ય રાજયોના સહેલાણીઓ માટે પણ આકર્ષણ બની રહ્યો છે?

Answer: તીથલ

1054. પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી?

Answer: સુદામાચરિત્ર

1055. ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ?

Answer: વૌઠા

1056. સ્વતંત્ર ગુજરાત રાજયમાં પંચાયતી રાજ કયારથી અમલમાં આવ્યું?

Answer: ૧ એપ્રિલ, ૧૯૬૩

1057. કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે?

Answer: પ્રીતી સેનગુપ્તા

1058. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ?

Answer: બાપુસાહેબ ગાયકવાડ

1059. ગુપ્ત યુગ દરમ્યાન ગુજરાતમાં હિંદુ ધર્મના કયા સંપ્રદાયનો પ્રચાર થયો?

Answer: વૈષ્ણવ

1060. ગુજરાતમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા?

Answer: બળવંતરાય મહેતા

1061. ગંગાસતીની પુત્રવધૂનું નામ શું હતું ?

Answer: પાનબાઈ

1062. મૃણાલસેને બનાવેલી કઇ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતમાં થયું હતું ?

Answer: ભુવન શોમ

1063. ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી?

Answer: અંબાલાલ સારાભાઇ

1064. શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?

Answer: ઉદયન ચીનુભાઇ

1065. ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો કયારે મળ્યો?

Answer: ઇ.સ.૧૯૬૩

1066. રણમલ્લ છંદમાં કયા રસનું આલેખન થયું છે ?

Answer: વીર રસ

1067. ગાંધીજીએ કોને ‘ગુજરાત ભૂષણ’ કહી નવાજયા હતા ?

Answer: જયકૃષ્ણ ઠાકર

1068. ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના...’ રચના કોની છે ?

Answer: નિષ્કુળાનંદ સ્વામી

1069. દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે?

Answer: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

1070. શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

Answer: ભાવનગર

1071. સિદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાય છે?

Answer: ધમાલ નૃત્ય

1072. ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણ આપતી ઋતંભરા વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વાતંત્ર સેનાનીનું નામ આપો.

Answer: પૂર્ણિમાબેન પકવાસા

1073. કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ?

Answer: ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ

1074. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી કયાં આવેલી છે ?

Answer: બનાસકાંઠા

1075. ભારતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયાં આવેલું છે?

Answer: પોરબંદર

1076. નરસિંહ મહેતાએ પોતાનાં કાવ્યસર્જનમાં કયો પદપ્રકાર અપનાવ્યો હતો?

Answer: પ્રભાતિયાં

1077. શાહજહાંએ બંધાવેલો મોતીશાહી મહેલ કયાં આવેલો છે ?

Answer: અમદાવાદ

1078. ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે?

Answer: વહેલી સવારનો

1079. ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે?

Answer: મૌર્ય કાળથી

1080. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?

Answer: અંધજન મંડળ-અમદાવાદ

1081. ભગવાન શિવના કેટલાં અને કયા જયોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે ?

Answer: બે – (સોમનાથ અને દારુકાવન)

1082. સંસ્કૃત કવિ બાણ રચિત ‘કાદમ્બરી’નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો?

Answer: કવિ ભાલણ

1083. વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે?

Answer: ભૂજ

1084. કાંકરિયા તળાવ કોણે બંધાવેલું?

Answer: સુલતાન કુત્બુદીન

1085. ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્થા’ - આ કૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે?

Answer: જ્ઞાની કવિ અખો

1086. કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તે ‘કાદંબરી’ના રચયિતા કોણ હતા?

Answer: બાણભટ્ટ

1087. ગુજરાત રાજયના પ્રથમ રાજયપાલ કોણ હતા?

Answer: મેંહદી નવાઝ જંગ

1088. ગુજરાતનું કયું શહેર માંચેસ્ટર તરીકે પ્રખ્યાત હતું?

Answer: અમદાવાદ

1089. ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ?

Answer: ધરમપુર

1090. કાળો ડુંગર ગુજરાતમાં કયાં આવેલો છે?

Answer: કચ્છ

1091. એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી?

Answer: જુલાઇ, ૧૯૫૦

1092. ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્ય રચના કોની છે?

Answer: કવિ નર્મદ

1093. ગુજરાતમાં આવેલી એશિયાની સોથી મોટી હોસ્પિટલ કઇ છે ?

Answer: સિવિલ હોસ્પિટલ-અમદાવાદ

1094. સર ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી ગુજરાતના કયા શહેરમાંથી આપવામાં આવી હતી?

Answer: અમદાવાદ

1095. પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ?

Answer: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

1096. મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો.

Answer: સુરત

1097. ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું છે?

Answer: અંકલેશ્વર

1098. ચાંપાનેરમાં આવેલા ‘હિસ્સાર-એ-ખાસ’ની આસપાસ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?

Answer: મોહમ્મદ બેગડો

1099. રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું?

Answer: ઉત્તમ વ્યવહારજ્ઞ

1100. અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે?

Answer: ૧૨.૫ કિ.મી.
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions