<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 22

1101. ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે?

Answer: જામનગર

1102. વર્ષ ૨૦૦૯માં નેશનલ ઇન્ટરસેટ એથ્લેટિકસ ચેમ્પીયનશીપમાં ૨૦ કી.મી. ચાલવાની સ્પર્ધા કોણે જીતી હતી?

Answer: બાબુભાઇ પનોચા

1103. કેન્દ્રીય ધારાસભાનાં પ્રથમ ભારતીય અધ્યક્ષ પ્રથમ ગુજરાતી કોણ હતા?

Answer: વિઠ્ઠલભાઇ પટેલ

1104. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે?

Answer: બાપાની પીંપર

1105. સિદ્ધપુરનાં કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે?

Answer: બિંદુ સરોવર

1106. સોમનાથનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો?

Answer: સોલંકીકાળ

1107. સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે ?

Answer: દાતાગીગા અને આપાગીગા સંત

1108. ગુજરાત રાજયનો વિસ્તાર કેટલો છે?

Answer: ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી.

1109. ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ?

Answer: જામનગર

1110. ધ્રાંગધ્રાનો રેતી ખડક કઇ રીતે ઉપયોગમાં લેવાય છે?

Answer: ઈમારતી પથ્થર તરીકે

1111. જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે?

Answer: ઉપરકોટ

1112. કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ?

Answer: નગીનાવાડી

1113. ગુજરાતના કયા જિલ્લામાં આદિવાસીઓની વસ્તી મોટી માત્રામાં છે ?

Answer: પંચમહાલ

1114. ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે?

Answer: ચાળો

1115. કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી?

Answer: માધવસિંહ સોલંકી

1116. ઇ.સ. ૧૯૬૫ ના પાકિસ્તાન યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા?

Answer: બળવંતરાય મહેતા

1117. SAG નું પૂરું નામ શું છે ?

Answer: સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત

1118. સ્વતંત્ર ભારતની પ્રથમ પાર્લામેન્ટના અધ્યક્ષ કોણ હતા?

Answer: ગણેશ વાસુદેવ માવળંકર

1119. સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ?

Answer: તાપી

1120. ‘મંગલ મંદિર ખોલો’ ગીત-કાવ્યના રચયિતાનું નામ જણાવો.

Answer: નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા

1121. દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં કયાં આવેલી છે ?

Answer: જામનગર

1122. ગુજરાતની પ્રથમ લૉ કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી?

Answer: સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર

1123. કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું?

Answer: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ

1124. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ઈસબગુલ પાકે છે ?

Answer: મહેસાણા

1125. ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂક ફિલ્મ કઇ હતી ?

Answer: ભકત વિદૂર

1126. ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ?

Answer: વલય પરીખ

1127. ગુજરાતનાં ગામોમાં ચોવીસ કલાક વિજળી કઇ યોજના હેઠળ આપવામાં આવે છે?

Answer: જયોતિગ્રામ યોજના

1128. બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે?

Answer: સંજય લીલા ભણસાલી

1129. ભારતમાં બે જુદી - જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજયે કર્યું ?

Answer: ગુજરાત

1130. ‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ કોણ ગણાય છે?

Answer: નરસિંહરાવ દિવેટીયા

1131. દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી?

Answer: અબ્બાસ તૈયબજી

1132. અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

Answer: ત્રિભુવનદાસ પટેલ

1133. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ?

Answer: સૌરાષ્ટ્ર

1134. ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું?

Answer: ખંભાત

1135. ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે?

Answer: જામનગર

1136. કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે ?

Answer: સંત મેકરણ દાદા

1137. ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી?

Answer: રાજકોટ

1138. ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે?

Answer: અક્ષરધામ મંદિર, ગાંધીનગર

1139. કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે?

Answer: ગુજરાત

1140. પ્રકૃતિ શિક્ષણ આપતું ભારતનું એક માત્ર અભ્યારણ્ય કયું છે?

Answer: હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય

1141. ગુજરાતમાં H.S.C.E. અને S.S.C.E. ની શરૂઆત કયારે થઇ?

Answer: ઇ.સ.૧૯૭૨

1142. ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા?

Answer: ૧૫મી સદી

1143. ભાવનગર રાજય તરફથી કયા કવિને ‘રાજકવિ’નું બિરુદ અપાયું હતું?

Answer: કવિ દલપતરામ

1144. ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીયક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ?

Answer: સરદાર વલ્લભભાઇ એવોર્ડ

1145. ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ?

Answer: ભાલણ

1146. જુનાગઢનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતાં પણ નીચો છે ?

Answer: ઘેડ

1147. ‘રેખતા’ નામના કાવ્યપ્રકારને સૌથી વિશેષ પ્રયોજનાર કવિ કોણ છે ?

Answer: કવિ દયારામ

1148. ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ?

Answer: ગુણભાખરી

1149. ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે?

Answer: પ્રભાશંકર પટ્ટણી

1150. પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ?

Answer: વડોદરા
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions