<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 23

1151. પોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું હતું?

Answer: જેઠવા રાજવંશ

1152. કવિ બોટાદકરનું પૂરું નામ શું છે ?

Answer: દામોદર ખુશાલદાસ બોટાદકર

1153. સમાજ સેવક અને દેશભકત શ્રી. રવિશંકર મહારાજને કયું ઉપનામ આપ્યું હતું?

Answer: મૂઠી ઉંચેરો માનવી

1154. અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું?

Answer: ૧૯૬૦ થી ૧૯૭૦

1155. મુંબઇની આર.જે.જે. સ્કુલ ઓફ આર્ટની ડિપ્લોમાની પરીક્ષામાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો ‘મેયો’ ચંદ્રક કોણે મેળવ્યો હતો?

Answer: રવિશંકર રાવળ

1156. કઇ સદીમાં ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફર ઇબ્ન બતૂતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી?

Answer: ૧૪મી સદી

1157. ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ?

Answer: પશ્ચિમ

1158. ‘મર્દ તેહનું નામ...’ - આ પંકિત કોણે લખી છે?

Answer: કવિ નર્મદ

1159. અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?

Answer: મોટેરા સ્ટેડિયમ

1160. ગોંડલમાં આવેલું કયું મંદિર ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે ?

Answer: ભુવનેશ્વરી મંદિર

1161. કવિ ન્હાનાલાલનું તખલ્લુસ શું છે?

Answer: પ્રેમભક્તિ

1162. દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે ?

Answer: સાપુતારા

1163. ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ?

Answer: વડોદરા

1164. ‘એક વર્યો ગોપીજન વલ્લભ’ - એ રચના કોની છે ?

Answer: કવિ દયારામ

1165. જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે?

Answer: મહા ગંગા અભયારણ્ય

1166. ગુજરાતની કઈ હિંમતવંતી નારીએ સને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો?

Answer: નાયિકાદેવી

1167. ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે?

Answer: અંશુમાન ગાયકવાડ

1168. નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે?

Answer: શંખેશ્વર

1169. વિજય હઝારે કઇ રમતના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા હતા?

Answer: ક્રિકેટ

1170. અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ?

Answer: વર્ષ ૨૦૦૩

1171. કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ?

Answer: વઢવાણ

1172. આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી?

Answer: જુગતરામ દવે

1173. વલસાડ જિલ્લાના કયા સ્થળે લેડી વિલસન મ્યુઝિયમ આવેલું છે?

Answer: ધરમપુર

1174. કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું?

Answer: મંડળી મળવાથી થતા લાભ - મુંબઇ

1175. ઊંઝા નજીક આવેલાં એવા સ્થળનું નામ આપો જયાં હિન્દુ-મુસ્લિમ બંને કોમના દર્શનાર્થીઓ આવે છે ?

Answer: મીરાદાતાર

1176. પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠનું તખલ્લુસ શું છે?

Answer: મકરંદ

1177. ગુજરાતમાં ‘વિધવા વિવાહ’ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું?

Answer: કરશનદાસ મૂળજી

1178. સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ?

Answer: સહ્યાદ્રિ

1179. ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે?

Answer: સરદાર સરોવર નર્મદા યોજના

1180. નર્મદા નદીની લંબાઇ કેટલી છે ?

Answer: ૧૨૮૯ કિ.મી.

1181. પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઇ નદીના કિનારે આવેલું છે ?

Answer: હિરણ

1182. ગુજરાતમાં પ્રાચીન સમયમાં કયું બંદર વેપારી પ્રવૃત્તિથી ધીકતું હતું ?

Answer: ભૃગુકચ્છ

1183. એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે?

Answer: લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

1184. શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે?

Answer: નવોદય શાળાઓ

1185. મધ્યકાલીન ફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે ?

Answer: વસંત વિલાસ

1186. કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?

Answer: પોરબંદર

1187. ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે?

Answer: ડૉ. વિક્રમ સારાભાઇ

1188. ગુજરાતનું રાજયગીત કયું છે?

Answer: જય જય ગરવી ગુજરાત

1189. વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ?

Answer: સાતમું

1190. જૈન તીર્થસ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે ?

Answer: ભાવનગર

1191. ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો.

Answer: હેમુ ગઢવી

1192. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું?

Answer: તળાજા

1193. ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ?

Answer: કવિ ધીરો

1194. હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું?

Answer: વિનોદ કિનારીવાલા

1195. લોકસંસ્કૃતિનાં રક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે?

Answer: પંચવટી યોજના

1196. કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે?

Answer: નખત્રાણા

1197. ભારતની સૌથી મોટી સોફટવેર કંપની વિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે ?

Answer: અઝીમ પ્રેમજી

1198. ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ?

Answer: ઉકાઇ બંધ

1199. વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી બિલીયર્ડ ખેલાડીનું નામ જણાવો.

Answer: ગીત શેઠી

1200. ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે?

Answer: પાંચ
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions