<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 25

1251. ગીર અભ્યારણમાં જો સિંહ ન હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત?

Answer: પક્ષીસૃષ્ટિ

1252. સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિ કાલ સર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું?

Answer: હેમચંદ્રાચાર્ય

1253. ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?

Answer: વલસાડ

1254. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ?

Answer: સાત

1255. ભારતનું સૌથી મોટુ ઓવિયરી (પક્ષીગૃહ) કયાં આવેલું છે?

Answer: ગાંધીનગર

1256. ભારતનું સૌપ્રથમ દરિયાઇ ઉદ્યાન કયું છે?

Answer: જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન

1257. ‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે?

Answer: નરસિંહરાવ દિવેટિયા

1258. વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?

Answer: ડૉ. વિક્રમ સારાભાઇ પુરસ્કાર

1259. કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી?

Answer: રાવણવધ

1260. એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે?

Answer: અમદાવાદ

1261. ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો.

Answer: સફારી - નગેન્દ્ર વિજય

1262. ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ?

Answer: કંડલા

1263. શ્યામજીકૃષ્ણ વર્મા એ ‘ઈન્ડિયા હાઊસ’ ની સ્થાપના કયારે કરી હતી?

Answer: ફેબ્રુઆરી-૧૯૦૫

1264. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે ?

Answer: નળ સરોવર

1265. બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો.

Answer: ગીત શેઠી

1266. સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ?

Answer: ઘરોઈ

1267. ડાંગની દાદી તરીકે કોણ જાણીતું છે?

Answer: પૂર્ણિમાબેન પકવાસા

1268. ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે?

Answer: રાજઘાટ

1269. ‘સંગીત કલાધર’ નામે મહાગ્રંથ કોણે રચેલો છે?

Answer: ડાહ્યાલાલ શિવરામ નાયક

1270. કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા (બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?

Answer: બન્ની

1271. ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા કયાં સ્થપાઇ હતી?

Answer: અમદાવાદ

1272. સંસ્કૃતમાં સૌપ્રથમવાર હાઈકુ-તાન્કા-સીજો કાવ્યોના રચયિતા કોણ છે?

Answer: ડૉ. હર્ષદેવ માધવ

1273. મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી?

Answer: આચાર્ય બુદ્ધિસાગરજી

1274. ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોને ગણવામાં આવે છે?

Answer: ડૉ. વર્ગીસ કુરિયન

1275. ગુજરાતની વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી છે?

Answer: વિઠ્ઠલભાઇ પટેલ

1276. ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે આવે છે?

Answer: દસમા

1277. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ?

Answer: ભરતેશ્વર-બાહુબલિરાસ

1278. આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા?

Answer: રજબ અલી

1279. આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ?

Answer: ડાંગ

1280. ગુજરાતમાં ડાયનોસોરનાં ઇંડાં કયાંથી મળી આવ્યા છે?

Answer: રૈયાલી

1281. રમણલાલ નીલકંઠના વિવેચનસંગ્રહનું નામ શું છે?

Answer: કવિતા અને સાહિત્ય

1282. ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે?

Answer: ઢોલો રાણો

1283. અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી?

Answer: મહીપતરામ રૂપરામ

1284. હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ?

Answer: સિદ્ધહેમ શબ્દાનુશાસન

1285. કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં?

Answer: શ્યામજીકૃષ્ણ વર્મા

1286. નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ -૨૦૦૭માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા?

Answer: સરદાર પટેલ એવોર્ડ (જુનિયર)

1287. ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો?

Answer: કનૈયાલાલ મુનશી

1288. ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા?

Answer: ડૉ. આઇ. જી. પટેલ

1289. ગુજરાતમાં સૌથી મોટું ગીતામંદિર કયા શહેરમાં આવેલું છે ?

Answer: અમદાવાદ

1290. ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ?

Answer: કાળીયાર

1291. વિનોદીની નીલકંઠની કઇ વાર્તા પરથી ૧૩ એવોર્ડ જીતનારી ફિલ્મ બની હતી?

Answer: કાશીનો દીકરો

1292. કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?

Answer: નાટ્યસંપદા

1293. આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ?

Answer: અમદાવાદ

1294. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાં અને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી?

Answer: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭

1295. ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા ?

Answer: જનરલ માણેકશા

1296. કવિ અને સંગીતકાર એમ બંને ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મેળવનાર કલાકારનું નામ જણાવો.

Answer: અવિનાશ વ્યાસ

1297. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?

Answer: સૂર્ય

1298. ગુજરાતનો મહત્ત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેકટ કયાં સ્થાપવામાં આવ્યો છે?

Answer: દમણ-ગંગા

1299. કયા પક્ષી વિશે એવી ખોટી માન્યતા છે કે તેઓ વરસાદનું જ પાણી પી શકે છે?

Answer: બપૈયા અથવા પપીહા

1300. ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી?

Answer: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions