<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 3

151. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?

Answer: ભૂમાનંદ સ્વામી

152. ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે?

Answer: ૩૦ જાન્યુઆરી ૧૯૪૮

153. અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી સાથે કઇ જેલમાં રહ્યા હતા?

Answer: પૂનાની યરવડા જેલ

154. ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે?

Answer: ૧૭ જિલ્લાના વનવિસ્તાર

155. સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે?

Answer: ધરતીની આરતી

156. લોથલનું ખોદકામ કોના માર્ગદર્શન નીચે થયું હતુ?

Answer: ડૉ. એસ. આર. રાવ

157. ભારતમાં સૌથી વધુ રકતદાન કયા રાજયમાં થાય છે?

Answer: ગુજરાત

158. હેમચંદ્રાચાર્ચનું સાંસારિક નામ શું હતું?

Answer: ચાંગદેવ

159. ગુજરાતની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી?

Answer: માધવસિંહ સોલંકી

160. ‘સોક્રેટિસ’ કયા પ્રસિદ્ધ ગુજરાતી લેખકની નવલકથા છે?

Answer: મનુભાઈ પંચોળી (દર્શક)

161. એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે?

Answer: ૩૦ કિલો

162. ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?

Answer: દિનેશ ભીલ

163. વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદી કયા અખાતને મળે છે ?

Answer: ખંભાતનો અખાત

164. ‘જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું’ ભજન કોના દ્વારા ગવાતું હતું?

Answer: મીરાં

165. ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે?

Answer: ૬૭ સેમી

166. માખીમાર કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે?

Answer: ફિરોજી માખીમાર

167. નવલકથા ‘પેરેલિસિસ’ના લેખક કોણ છે ?

Answer: ચંદ્રકાન્ત બક્ષી

168. ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું?

Answer: સમઢિયાળા (જિ. ભાવનગર)

169. ‘જૂનું તો થયું રે દેવળ...’ પદ કોનું છે ?

Answer: મીરાંબાઈ

170. ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે?

Answer: પશ્ચિમ

171. ભરૂચ અને સુરત જિલ્લાને ફળદ્રુપ બનાવતી નદીઓના નામ જણાવો.

Answer: નર્મદા અને તાપી

172. ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ?

Answer: મામલગાર કોયલી

173. અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી?

Answer: ડાહ્યાભાઇ ઝવેરી

174. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઇ છે ?

Answer: હાથમતી

175. અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી?

Answer: નરસિંહ માહ્યરો

176. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે?

Answer: બાલાછડી

177. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો ?

Answer: ખેડા સત્યાગ્રહ

178. ડાંગ જિલ્લામાં કયું પ્રસિદ્ધ ગિરીમથક આવેલું છે ?

Answer: સાપુતારા

179. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે?

Answer: ઉમાશંકર જોષી

180. ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?

Answer: વડોદરા

181. પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ?

Answer: શેત્રુંજય

182. વડોદરાના કયા બંધુઓએ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન જમાવ્યું છે?

Answer: ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ

183. કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે?

Answer: સંસ્કૃતિ

184. અડાલજની વાવની લંબાઇ કેટલી છે ?

Answer: ૮૪ મીટર

185. પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ?

Answer: અપભ્રંશ

186. નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા?

Answer: સંત પૂજય શ્રી મોટા

187. સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?

Answer: આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર

188. ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ?

Answer: ઉંઝા

189. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયાં છે ?

Answer: અંકલેશ્વર

190. સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા?

Answer: શ્યામજીકૃષ્ણ વર્મા

191. અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો કયારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યુ હતું?

Answer: ૧૮૭૨માં રીચી રોડ - ગાંધી રોડ

192. ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી?

Answer: મીઠા

193. ભીલોના ઊત્કર્ષ માટે ૧૯૨૨માં ‘ભીલ સેવા મંડળ’ની સ્થાપના કોણે કરી હતી?

Answer: ઠક્કરબાપા

194. મોહમ્મદ બેગડાના શાસન દરમિયાન કયા જાણીતા ફિલસૂફ અને ગણિતજ્ઞ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા?

Answer: હેબતુલ્લા શાહ

195. ચેસની રમતમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો ?

Answer: પ્રતીક પારેખ

196. ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે?

Answer: કવિ પદ્મનાભ

197. ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે?

Answer: સંત પીપાજી

198. ‘માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો.

Answer: વલ્લભ વ્યાસ

199. કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું?

Answer: પોર્ટુગિઝ

200. પ્રસિદ્ધ યાત્રાળુ ટૉલેમીએ પોતાના યાત્રા વર્ણનમાં મહીસાગર નદીનો કયા નામથી ઉલ્લેખ કર્યો ?

Answer: Mophis
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions