<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 4

201. ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ?

Answer: કાત્યોક

202. ગુજરાતનું ખનીજતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે ?

Answer: અંકલેશ્વર

203. પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું?

Answer: દૂધિયું તળાવ

204. સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાં આવેલા કળશનું વજન કેટલું છે?

Answer: ૧૦ ટન

205. ઝવેરચંદ મેઘાણીનો કયો કાવ્યસંગ્રહ ગાંધીજી વિષયક કાવ્યોનો છે ?

Answer: બાપુના પારણાં

206. ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે?

Answer: પાલીતાણા

207. સમગ્ર ગુજરાતમાં જોવા મળતાં કોયલકુળનાં કયા પક્ષી પોતાના ઇંડા જાતે સેવે છે?

Answer: સિરકીર અને કુકડિયો કુંભાર

208. ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ?

Answer: સલ્ફર

209. ગુજરાતમાં કયા સમયના ખડકસ્તર ખનીજસમૃદ્ધ છે ?

Answer: પ્રિ-કેમ્બ્રિયન

210. નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા ‘જય જય ગરવી ગુજરાત...’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી?

Answer: નર્મકોશ

211. ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી?

Answer: સંત પુનિત મહારાજ

212. વેરાવળ કયા પ્રકારના કાપડના ઉત્પાદન માટે જાણીતું છે ?

Answer: રેયોન

213. ‘કવિતા આત્માની અ-મૃત કલા છે’ - તેવું કયા વિવેચકે કહ્યું છે?

Answer: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

214. હિન્દ છોડોની ચળવળમાં શહીદ થનાર પ્રથમ ગુજરાતી યુવાનનું નામ શું હતું?

Answer: વિનોદ કિનારીવાલા

215. શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે?

Answer: નળ સરોવર

216. ‘સરસ્વતીચન્દ્ર’ મહાનવલકથાના નાયક - નાયિકાનું નામ જણાવો.

Answer: સરસ્વતીચન્દ્ર અને કુમુદ

217. ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ પારિતોષિક ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ પ્રાપ્ત કરનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા?

Answer: હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી

218. ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું?

Answer: નરોત્તમ મોરારજી

219. કચ્છનો લિગ્નાઈટ પર આધારિત વીજળી પ્રોજેકટ કયાં આવેલો છે ?

Answer: પાન્ધ્રો

220. નર્મદની કાવ્યભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે?

Answer: કવિ વડર્ઝવર્થ

221. ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળ્યું છે ?

Answer: ઝવેરચંદ મેઘાણી

222. પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી?

Answer: ઓખાહરણ

223. સાહિત્યકાર પ્રાગજી ડોસાનું કયા સાહિત્ય સ્પરૂપમાં નોંધપાત્ર પ્રદાન રહ્યું છે?

Answer: નાટ્ય ક્ષેત્રે

224. ‘વહેતા સાથે સૌ કોઇ વહે’ - કહેવતના જન્મદાતા કોણ છે?

Answer: જ્ઞાની કવિ અખો

225. ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે?

Answer: અમદાવાદ

226. વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો?

Answer: સેવાગ્રામ આશ્રમ

227. ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે?

Answer: દિવાળીબહેન ભીલ

228. ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું?

Answer: ભરૂચ

229. વિશ્વપ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં કયાં બને છે?

Answer: પાટણ

230. ગુજરાત રાજયના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા?

Answer: નગીનદાસ ગાંધી

231. ભરૂચની પારંપારિક હસ્તકળાનું નામ જણાવો.

Answer: સુજની

232. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે?

Answer: અપર્ણા પોપટ

233. ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ?

Answer: દાંડી હેરીટેજ રૂટ

234. શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી?

Answer: મૃત્યુનો ગરબો

235. ભારતમાં પારસીઓ ગુજરાતના કયા બંદર પર આવ્યા ?

Answer: સંજાણ બંદર

236. જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ?

Answer: જમિયલશા પીર

237. અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી?

Answer: ગૂજરાત વિદ્યાપીઠ

238. ગુજરાતમાં બી. એસ. એફ.નું હેડ કવાર્ટર કયાં શહેરમાં છે?

Answer: ગાંધીનગર

239. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું તખલ્લુસ જણાવો.

Answer: કલાપી

240. મોરબીમાં કયો બંધ આવેલો છે ?

Answer: મચ્છુ બંધ

241. માઢેરાનું સૂર્યમંદિર કોણે બનાવડાવ્યું?

Answer: ભીમદેવ પહેલો

242. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો.

Answer: મૂળરાજ સોલંકી

243. ચારેય વેદોની દૈવત સંહિતાઓના સંપાદક વેદમૂર્તિ સાતવલેકરના નામ સાથે જોડાયેલી સંસ્થા ગુજરાતમાં કયા સ્થળે છે ?

Answer: કિલ્લા પારડી (જિ. વલસાડ)

244. રાજકોટ નજીક આવેલો ૧૧૭૩ ફૂટ ઊંચો કયો પર્વત જવાળામુખી ફાટવાને કારણે બન્યો છે?

Answer: ચોટીલા

245. સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું?

Answer: સ્વરાજ આશ્રમ

246. ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે ?

Answer: મહુવા

247. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી?

Answer: મેડમ ભીખાઈજી કામા

248. જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે?

Answer: અલીખાન બલોચ

249. ગુજરાતના ઈતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે?

Answer: સોલંકી કાળ

250. ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ?

Answer: કવિ કાન્ત
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions