<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 5

251. હડ્ડપીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો.

Answer: નગર આયોજન અને ગટર વ્યવસ્થા

252. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું?

Answer: દલપતરામ

253. આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે?

Answer: સાપુતારા

254. એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?

Answer: શૂન્ય

255. ‘વીજળીને ચમકારે મોતીડા પરોવો...’ - પદ કોણે લખ્યું છે ?

Answer: ગંગાસતી

256. ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ?

Answer: અમદાવાદ

257. ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા?

Answer: એની બેસન્ટ

258. ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરાં...’ ગીતના રચયિતા કોણ છે ?

Answer: ઉમાશંકર જોશી

259. સલ્તનતકાળના ઈતિહાસની પ્રમાણભૂત આપતા કાન્હડદે પ્રબંધમાં કોની પ્રેમકહાણી આલેખાઈ છે ?

Answer: પીરોજા-વીરમદે

260. ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં?

Answer: અબ્બાસ તૈયબજી

261. અમદાવાદના એલિસબ્રિજના સ્થપતિ કોણ હતા?

Answer: રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ

262. કયો ભૂસ્તરીય સમય આર્કિયન યુગનો એક ભાગ છે ?

Answer: ધારવાડ

263. રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી?

Answer: ડાહ્યાભાઇ ધોળશાજી

264. અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે?

Answer: કવિ શામળ

265. ગુજરાતના કયાં શહેરને વૈશ્વિક વારસામાં સ્થાન આપવામાં આવ્યું છે ?

Answer: ચાંપાનેર

266. અડાલજની વાવ કોણે અને કયા વર્ષમાં બનાવી હતી ?

Answer: રાણી રૂડાબાઇ - ઇ.સ.૧૪૭૭

267. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?

Answer: બનાસકાંઠા

268. ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે?

Answer: પ્રથમ

269. ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે?

Answer: પપીહા

270. ગાંધી જયંતી (૨ ઓકટોબર) દુનિયાભરમાં બીજા કયા નામે પણ ઉજવાય છે?

Answer: આંતરરાષ્ટ્રીય અહિંસા દિન

271. ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ?

Answer: વેરાવળ

272. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે?

Answer: બ્રહ્મગુપ્ત

273. નળસરોવર કોનું અભ્યારણ છે?

Answer: યાયાવર પક્ષીઓ

274. ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે?

Answer: જલારામ બાપા

275. કોના શાસનકાળ દરમ્યાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું?

Answer: મહંમદ બેગડો

276. ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું?

Answer: અમદાવાદ

277. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે?

Answer: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

278. અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?

Answer: બાદશાહ અહમદશાહ

279. અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીઓનાં ઘર કયા નામે ઓળખાય છે?

Answer: ખોલકું

280. સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?

Answer: નમન પારેખ

281. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે?

Answer: ધૂમકેતુ

282. અખો કોના શાસનમાં ટંકશાળમાં ફરજ બજાવતો હતો?

Answer: બાદશાહ જહાંગીર

283. ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર એકમાત્ર ભારતીય ઝડપી ગોલંદાજ કોણ છે?

Answer: ઇરફાન પઠાણ

284. સ્થાપત્યકળા માટે જાણીતી ચાંપાનેરની જામી મસ્જિદ કઇ સદીમાં બાંધવામાં આવી હતી?

Answer: ૧૫મી સદી

285. ગુજરાતના ઇતિહાસકાર તરીકે કોણ ઓળખાય છે ?

Answer: રત્નમણિરાવ જોટે

286. અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ?

Answer: ઇ.સ. ૧૪૧૧

287. સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે?

Answer: નડિયાદ

288. ગુજરાતી મહાનવલ ‘સરસ્વતી ચંદ્ર’ના લેખક કોણ છે?

Answer: ગોવર્ધનરામ ત્રિપાઠી

289. પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઇ હતી?

Answer: આનંદપુર (હાલનું વડનગર)

290. ભાલણે ‘આખ્યાન’ સંજ્ઞા સૌપ્રથમવાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી ?

Answer: નળાખ્યાન

291. કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઇ હતી ?

Answer: કાળિયાર

292. ગુજરાતની કઇ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે?

Answer: એમ. એસ. યુનિવર્સિટી-વડોદરા

293. ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા?

Answer: ૧૩ વર્ષ

294. ‘માધવાનલ કામ કંદલા દોગ્ધક’ - પદ્યવાર્તાના રચયિતા કોણ છે?

Answer: કવિ ગણપતિ

295. બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી?

Answer: ડૉ. વિક્રમ સારાભાઇ

296. ગુજરાતમાં નેનો કાર બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે?

Answer: સાણંદ

297. પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું?

Answer: ભરૂચ

298. ઈસ્ટ ઈન્ડિયા કંપની પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું?

Answer: જહાંગીર

299. ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે ?

Answer: તાપી અને મહી

300. ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કયા કુળનાં શાસનમાં સૌથી વધારે થયો?

Answer: સોલંકી વંશ
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions