<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 6

301. ચેસમાં ગુજરાતને આંતરરાષ્ટ્રીયસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ શું છે?

Answer: તેજસ બાકરે

302. પારસીઓ સૌપ્રથમ ગુજરાતનાં કયા બંદરે ઉતર્યા હતા?

Answer: સંજાણ

303. શ્રીકૃષ્ણના જીવન પર આધારિત નવલકથા‘માધવ કયાંય નથી’ કોણે લખી છે?

Answer: હરિન્દ્ર દવે

304. ગુજરાતની કઇ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પૂલ આવેલો છે ?

Answer: વિશ્વામિત્રી

305. ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે ?

Answer: કવિ દલપતરામ

306. ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો?

Answer: દાહોદ

307. પિરોટોન ટાપુ શેના માટે સુપ્રસિદ્ધ છે ?

Answer: સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન

308. સોલંકી યુગનું શૈવતીર્થ સિધ્ધપુર કઇ નદીના કિનારે વસેલું છે ?

Answer: સરસ્વતી

309. જાણીતી શૈક્ષણિક સંસ્થા વલ્લભ વિદ્યાનગર અને ચરોતર એજયુકેશન સોસાયટીના આદ્યસ્થાપક કોણ હતા?

Answer: ભાઇલાલભાઇ પટેલ

310. ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.ની પદવી કોણે મેળવી હતી?

Answer: અંબાલાલ સાંકરલાલ દેસાઇ

311. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે?

Answer: ટીપ્પણી

312. સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે?

Answer: સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન

313. ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે?

Answer: દ્વિતીય

314. અમદાવાદના મેદાન પ્રદેશનો દક્ષિણ - પશ્ચિમ ભાગ કે જે ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે તે કયા નામથી ઓળખાય છે ?

Answer: ભાલ

315. અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી?

Answer: ભિક્ષુ અખંડાનંદ

316. અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ?

Answer: મોતી ભરત

317. કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ?

Answer: ભુજ

318. કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ?

Answer: રાજયરંગ

319. ફાગણી પૂનમે ભરાતે ગુજરાતનો કયો મેળો ખૂબ લોકપ્રિય છે?

Answer: ડાકોરનો મેળો

320. ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે?

Answer: લીલાવતી જીવનકલા

321. શ્રીરંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો?

Answer: ગોધરા

322. સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા?

Answer: જનરલ રાજેન્દ્રસિંહજી

323. સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે?

Answer: કૌથુમિય

324. ગુજરાતી ભાષાને પ્રથમ આત્મકથા (મારી હકીકત) કોણે આપી?

Answer: કવિ નર્મદ

325. ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે ?

Answer: તબીબી ક્ષેત્રે

326. ભૌગોલિક દૃષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાય છે ?

Answer: દ્વીપકલ્પીય ગુજરાત

327. સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ?

Answer: અમદાવાદ

328. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક કયા શહેરમાં છે ?

Answer: અમદાવાદ

329. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?

Answer: ભુજ

330. ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ?

Answer: આણંદ

331. ભારતમાં અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થા ઇસરોનું એક મથક ગુજરાતમાં કયાં આવેલું છે?

Answer: અમદાવાદ

332. કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.

Answer: લલિત નિબંધ

333. કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે?

Answer: લેલાં

334. તાપી જિલ્લાનું વડુમથક કયું છે ?

Answer: વ્યારા

335. ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે?

Answer: કોલક

336. ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ?

Answer: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો

337. ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે?

Answer: ફટાણા

338. ટોલ્સટોયની ‘વૉર એન્ડ પીસ’ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે?

Answer: જયંતિ દલાલ

339. લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઇ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફુટપટ્ટી બનાવી હતી?

Answer: હાથીદાંત

340. ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો?

Answer: ૧૯૯૫-૯૬

341. ‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...’ કવિતા કોણે લખી છે?

Answer: કવિ ખબરદાર

342. કવિ નર્મદનું તખલ્લુસ જણાવો.

Answer: પ્રેમશોર્ય

343. કરસનદાસ મૂળજીના પ્રવાસ વર્ણનો કયા પુસ્તકમાં સંગ્રહિત છે?

Answer: ઇંગ્લેન્ડમાં પ્રવાસ

344. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?

Answer: સાપુતારા

345. ‘લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ?

Answer: ગૌરાંગ વ્યાસ

346. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ?

Answer: ખંભાત

347. ચાંપાનેરની ઐતિહાસિક સાઈટ્સને યુનેસ્કોએ કેવી જાહેર કરી છે ?

Answer: વર્લ્ડ હેરીટેજ સાઈટ

348. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ?

Answer: હિંગોળગઢ

349. ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાં અવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે?

Answer: ડૉ. વિક્રમ સારાભાઇ

350. પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે?

Answer: સિલ્ક ફાયબર
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions