<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 7

351. ‘મંગલ મંદિર ખોલો...’ - ગીતકાવ્ય કોણે લખ્યું છે ?

Answer: નરસિંહરાવ દિવેટિયા

352. ૨૦મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં કઇ ઔષધિનિર્માણ સંસ્થાની સ્થાપના થઇ હતી?

Answer: એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડ

353. કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ?

Answer: ચાર

354. વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ?

Answer: પાવાગઢનો ડુંગર

355. વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે?

Answer: સિક્કા

356. દાઉદી વોરાઓનું ઉત્તર ગુજરાતમાં આવેલું તીર્થસ્થળ કયું છે ?

Answer: દેલમાલ

357. ગુજરાતી સાહિત્યમાં આત્મકથા લખનાર સર્વપ્રથમ મહિલા કોણ હતાં?

Answer: શારદાબેન મહેતા

358. કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે?

Answer: સરદાર વલ્લભભાઇ પટેલ

359. ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે?

Answer: ૮૦ ટકા

360. ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા?

Answer: શેખાદમ આબુવાલા

361. ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ?

Answer: બળવંતરાય ક. ઠાકોર

362. જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય છે?

Answer: પનાલા ડિપોઝિટ

363. ગુજરાતી કવિ મીઠ્ઠુ હંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે ?

Answer: સૌન્દર્યલહેરી

364. રવિશંકર મહારાજના જીવન પર આધારિત પુસ્તકનું નામ શું છે?

Answer: માણસાઇના દીવા

365. કવિ અખો અમદાવાદમાં કયાં રહેતા હતા?

Answer: દેસાઇની પોળ, ખાડિયા

366. ધરોઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે?

Answer: મહેસાણા

367. ‘કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ - આ વિધાન કોણે કર્યું છે?

Answer: રામનારાયણ પાઠક

368. જામનગર શહેરના રણમલ તળાવની મધ્યે આવેલા મહેલનું નામ જણાવો.

Answer: લાખોટા મહેલ

369. ભકત કવિ નરસિંહ મહેતાએ ‘સુદામાચરિત્ર’ના પદો કયા સંસ્કૃત ગ્રંથને આધારે રચ્યાં છે?

Answer: શ્રીમદ્ ભાગવત

370. ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ?

Answer: કોટેશ્વર મંદિર

371. મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે ?

Answer: કચ્છ

372. ‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં?

Answer: સરદાર વલ્લભભાઇ પટેલ

373. કયા બિનગુજરાતી સાહિત્યકાર ‘સવાઇ ગુજરાતી’ તરીકે ગણના પામ્યા હતા?

Answer: કાકાસાહેબ કાલેલકર

374. શામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્યપ્રકારમાં છે?

Answer: પદ્યવાર્તા

375. ‘તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી .. ’ ના લેખક કોણ છે?

Answer: સુન્દરમ્

376. સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ શેનો બનેલો છે ?

Answer: બેસાલ્ટનાં અગ્નિકૃત ખડક

377. અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે?

Answer: પીર મુહમ્મદશાહ લાયબ્રેરી

378. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે?

Answer: ગાંધીનગર

379. તરણેતરનો મેળો કોના વિજય માટે ઉજવાય છે?

Answer: અર્જુનના દ્રૌપદી-વિજય માટે

380. પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથી ફિલ્મ બની છે?

Answer: માનવીની ભવાઇ

381. શેર ખાન બાબીએ જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી?

Answer: ઇ.સ. ૧૭૪૭

382. C.E.E.નું પૂરું નામ જણાવો.

Answer: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)

383. શ્રી રંગઅવધૂતનો આશ્રમ કયાં આવેલો છે ?

Answer: નારેશ્વર

384. કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?

Answer: પાટણ

385. ગુજરાતમાં ડાયનાસોરના અવશેષ કયાં મળ્યા હતાં?

Answer: બાલાસિનોર

386. ‘મૂછાળી મા’ નામે ઓળખાતા ગુજરાતી બાળસાહિત્યકારનું નામ આપો.

Answer: ગિજુભાઇ બધેકા

387. સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજીયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો?

Answer: અમરેલી

388. અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?

Answer: પાલનપુર

389. ગુજરાતમાં શિવરાત્રિ નિમિત્તે ભવનાથ મેળો કયાં ભરાય છે ?

Answer: જૂનાગઢ

390. ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે?

Answer: નિષાદ

391. ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સર્વપ્રથમ સંશોધક-સંપાદક કોને ગણવામાં આવે છે?

Answer: ઝવેરચંદ મેઘાણી

392. ‘ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે ?

Answer: રમેશ પારેખ

393. ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ?

Answer: પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ

394. પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ?

Answer: નર્મદા

395. ગુજરાતનું સૌપ્રથમ સૌર ઉર્જા ગામ કયું છે ?

Answer: ખાંડિયા

396. ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ?

Answer: એકલવ્ય એવોર્ડ

397. ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું?

Answer: સુરત

398. કચ્છ-ભદ્રેશ્વરના કયા જાણીતા વેપારીએ દુષ્કાળ દરમિયાન અનાજ-પૈસા અઢળક મદદ કરીને દાનવીરનું બિરુદ મેળવ્યું હતું?

Answer: શેઠ જગડૂશા

399. ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા?

Answer: મહિપતરામ નીલકંઠ

400. ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ?

Answer: મોતીભાઇ અમીન
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions