<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 8

401. સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી?

Answer: સુફિયાન શેખ

402. હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું છે?

Answer: ધંધૂકા

403. અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ?

Answer: એલિસબ્રીજ

404. કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે?

Answer: શરદ પૂર્ણિમા

405. અર્નેસ્ટ હેમિંગ્વેના ‘ધ આલ્ડમન એન્ડ ધી સી‘ નો અનુવાદ ગજરાતીમાં કોણે કર્યો છે?

Answer: રવીન્દ્ર ઠાકોર

406. વાઘોડિયા શેના ઉત્પાદન માટે જાણીતું છે?

Answer: સાયકલ

407. ‘મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ, તારાં બનાવેલાં આજે તમને બનાવે છે’ - પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે?

Answer: હરજી લવજી દામાણી ‘શયદા’

408. ભારતમાં ટેલીકોમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે?

Answer: સામ પિત્રોડા

409. ‘સરસ્વતીચંદ્ર’માં આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે?

Answer: કલ્યાણગ્રામ

410. અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી?

Answer: ગોપાલ હરી દેશમુખ

411. ભારતમાં સૌપ્રથમ હાઉસિંગ મંડળીનું રજિસ્ટ્રેશન કયાં શહેરમાં થયું હતું?

Answer: અમદાવાદ

412. ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઇ સંસ્થા કામ કરે છે?

Answer: ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ

413. કઇ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાણવણી તેમજ સંશોધનનું કામ કરે છે?

Answer: લાલભાઇ દલપતભાઇ ઈન્ડોલોજી

414. પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે ?

Answer: મહાકાળી

415. દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ?

Answer: ઘેરિયા નૃત્ય

416. ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસતી ધરાવે છે?

Answer: અમદાવાદ

417. કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે?

Answer: કનૈયાલાલ મુનશી

418. કઇ સદીથી ‘ગુજરાત’ નામ ચલણી બન્યું?

Answer: ૧૪મી સદી

419. રાજેન્દ્ર શાહને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે?

Answer: નિરુદ્દેશે

420. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે?

Answer: દાંતીવાડા

421. બલિરાજાનો પુરાણપ્રસિદ્ધ યજ્ઞ ગુજરાતના કયા નગરમાં થયો હતો ?

Answer: ભરૂચ

422. ‘જનનીની જોડ સખી નહ જડે રે લોલ’ના રયચિતા કોણ છે?

Answer: દામોદર બોટાદકર

423. ગુજરાતમાં રકતપિત્તિયાઓની સારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું?

Answer: આયરાણી અમરબાઇ અને દેવીદાસજી

424. ગુજરાતની ક્રિકેટ ટીમ સૌપ્રથમ કયારે ‘રણજી ટ્રોફી’ની ફાઇનલમાં પ્રવેશી હતી ?

Answer: ઇ.સ.૧૯૫૦

425. ‘રણમલ્લ છંદ’ના સર્જક કોણ છે?

Answer: શ્રીધર વ્યાસ

426. વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે?

Answer: નવ વિભાગમાં

427. ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે?

Answer: હિન્દુ ધર્મની બાળપોથી

428. ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા?

Answer: રાજકોટ

429. વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે?

Answer: નરસિંહ મહેતાની ચોરી

430. એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે?

Answer: ૧૫૦થી ૧૭૦ કિ.ગ્રા.

431. ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ?

Answer: અમદાવાદ

432. ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે?

Answer: લખપતથી ઉમરગામ

433. ગુજરાતના કયા જિલ્લાને સૌથી ઓછા તાલુકા છે? કેટલા ?

Answer: ડાંગ-૧

434. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે?

Answer: ૧૧૫૩ ચો. કિ.મી.

435. મહાત્મા ગાંધીજીનાં ધર્મવિષયક લેખો કયા પુસ્તકમાં સમાયેલા છે ?

Answer: વ્યાપક ધર્મભાવના

436. ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે ?

Answer: છપ્પા

437. કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ?

Answer: બનાસકાંઠા

438. ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા?

Answer: સુંદરલાલ ત્રિકમલાલ દેસાઇ

439. ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું?

Answer: ૧૩૭ વર્ષ

440. ‘થોડા આંસુ, થોડા ફૂલ’ નામે આત્મકથા કોણે લખી છે ?

Answer: જયશંકર સુંદરી

441. જેસોર રીંછ અભયારણ કયાં આવેલું છે ?

Answer: બનાસકાંઠા

442. ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે?

Answer: હિંદ સ્વરાજ

443. સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ?

Answer: ભરૂચ

444. વલસાડ શહેર કઇ નદીના કિનારે વસેલું છે ?

Answer: ઔૈરંગા

445. કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ?

Answer: તાપી

446. ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોવા મળતી બ્રાહ્મણી કે શંકર શમળી પોતાનો ખોરાક કયાંથી મેળવે છે?

Answer: પાણી પરથી

447. વલસાડ જિલ્લામાં કઇ પર્વતમાળા પથરાયેલી છે?

Answer: પારનેરા

448. સ્વામી આનંદનું મૂળ નામ શું છે?

Answer: હિંમતલાલ રામચંદ્ર દવે

449. ‘બા’ ના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે?

Answer: કસ્તુરબા ગાંધી

450. કચ્છમાંથી મળી આવેલા કરોડો વર્ષ જૂના અશ્મીઓને સાચવતું વિઠોર ફોસીલ પાર્ક કયાં આવેલું છે?

Answer: માંડવી
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions