<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 9

451. ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે?

Answer: ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.

452. અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી?

Answer: કસ્તુરભાઈ લાલભાઈ

453. ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે?

Answer: નાયક

454. મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી?

Answer: ઈન્દુલાલ યાજ્ઞિક

455. મધ્યકાલીન ગુજરાતી સાહિયમાં ‘આખ્યાન શિરોમણિ’ કોણ ગણાય છે ?

Answer: પ્રેમાનંદ

456. કયું અવકાશ સંશોધન કેન્દ્ર અમદાવાદને ગૌરવ બક્ષે છે ?

Answer: ઈન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર

457. ગુજરાતના કયા મેળામાં દૂધાળા પશુઓનું ખરીદ-વેચાણ થાય છે?

Answer: વૌઠાનો મેળો

458. કવિ સુંદરમને કયા પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા?

Answer: પદ્મભૂષણ

459. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ?

Answer: કવિ ભોજા ભગત

460. જામ રણજીતસિંહજીએ ક્રિકેટનો ફટકો લગાવ્યો તે કયા નામથી ઓળખાય છે ?

Answer: લેગ ગ્લાન્સ

461. જેસલ - તોરલની સમાધિ કયાં આવેલી છે?

Answer: અંજાર

462. હિંદી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું?

Answer: હરિલાલ જરીવાલા

463. જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા ?

Answer: ગીત ગોવિંદ

464. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયના સ્થાપક કોણ હતા?

Answer: ભીક્ષુ અખંડાનંદ

465. પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવો ગુજરાતનો કયો બીચ વર્જીન બીચ તરીકે ઓળખાય છે?

Answer: દીવ

466. કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે?

Answer: કલાપીનો કેકારવ

467. ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે?

Answer: સુરત

468. કચ્છનું નાનું રણ અને ખંભાતનો અખાત કયા સરોવરથી જોડાયેલા છે ?

Answer: નળ સરોવર

469. ગુજરાતી કવિ ભાલણનું મૂળ નામ શું હતું ?

Answer: પુરુષોત્તમ

470. ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે?

Answer: શિકાર નૃત્ય

471. ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે ?

Answer: હસતો ફિલસૂફ

472. ઇસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?

Answer: મહેસાણા

473. પુરાણોમાં ગુજરાતની કઈ નદીને ‘ગંગા’ નામ આપવામાં આવેલું છે ?

Answer: હિરણ્યા

474. ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે?

Answer: જયોતીન્દ્ર હ. દવે

475. મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી?

Answer: મહાત્મા ગાંધી

476. સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો.

Answer: સત્યાર્થપ્રકાશ

477. ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું?

Answer: અમદાવાદ મિલ સત્યાગ્રહ

478. કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ?

Answer: કાળો ડુંગર

479. વડનગર શાના માટે જાણીતું છે ?

Answer: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર

480. કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે?

Answer: કાકાની શશી

481. કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા?

Answer: કુમુદબેન જોષી

482. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?

Answer: ડૉ. જીવરાજ મહેતા

483. કયા ગુજરાતી નેતાને ભારતના વડાપ્રધાન બનવાનું બહુમાન મળ્યું હતું?

Answer: મોરારજીભાઈ દેસાઈ

484. ગુજરાતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી કયાં આવેલી છે?

Answer: ગાંધીનગર

485. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

Answer: કલ્યાણ વી. મહેતા

486. દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ?

Answer: ગોમતી નદી

487. લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બનાવેલો ?

Answer: સયાજીરાવ ગાયકવાડ

488. ‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો?

Answer: સોલંકીકાળ

489. ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી?

Answer: સુરત

490. ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ - આ પંકિત કયા કવિની છે?

Answer: કવિ નર્મદ

491. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઇ પક્ષીનું ઉપનામ મળ્યું છે?

Answer: દૂધિયો લટોરો

492. કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતા સૉનેટસંગ્રહનું નામ આપો.

Answer: ભણકારા

493. સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

Answer: હલ્લીસક

494. પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે?

Answer: કીર્તિ મંદિર

495. વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ?

Answer: નરસિંહ મહેતાનો ચોરો

496. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ?

Answer: વેરાવળ-ઇ.સ.૨૦૦૮

497. કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે?

Answer: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ

498. બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો નામની ઇમારત અમદાવાદમાં કયા સ્થળે આવેલી છે ?

Answer: માણેકચોક

499. ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું?

Answer: ઊંઝા

500. કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?

Answer: બન્ની
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions